નજર હટી દુર્ઘટના ઘટી:ખંભાતની એક કંપનીમાં પાઈપલાઈન લીકેજ થતાં 5 લોકો ઈજાગ્રસ્ત; તમામ કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે

ખંભાત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના સોખડા ખાતે આવેલી ટેકનીકેમ નામની કંપનીમાં પાઇપલાઇન લીકેજ થતા પાંચ જેટલા કર્મચારી દાઝી જતા ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. હાલ ઇજાગ્રસ્ત કર્મચારીઓની હાલત સ્થિર હોવાની જણાવાઈ રહ્યું છે. તમામ કર્મચારીઓનો કંપનીના ખર્ચે સારવાર કરવામાં આવ્યો હતો. જો કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા પણ ઘટનાસ્થળે કંપનીમાં નિરીક્ષણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘટનામાં મહત્વનું છે કે, કર્મચારીઓ કંપનીમાં કામ કરતા હતા તે દરમિયાન અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ કંપનીના સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા. જેથી મોટી જાનહાની ટળી હતી અને લોકોને કંપનીના ખર્ચે સારવાર મળવા પામી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અને લોકોની હાલત સ્થિર જાણવામાં આવી રહીં છે.

અન્ય સમાચારો પણ છે...