તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ખંભાતમાં 7 દિવસમાં 35 મોત સરકારી ચોપડે સબ સલામત

ખંભાત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંભાત તાલુકામાં એક સપ્તાહથી કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે છતાં કોવિડ સેન્ટરમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ  પીપીઈ કીટ પહેર્યા વગર કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. - Divya Bhaskar
ખંભાત તાલુકામાં એક સપ્તાહથી કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે છતાં કોવિડ સેન્ટરમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ પીપીઈ કીટ પહેર્યા વગર કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
  • સ્થાનિક તંત્ર બેદરકાર, પીપીઈ કીટનો ઉપયોગ જ નહીં

ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના ના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ ભરેલા છે. છતાં પણ આરોગ્યતંત્ર દ્વારા કોરોનાના કેસો છુપાવવામાં આવી રહ્યા છે.શહેરમાં ગત મહિને 189 જેટલા શંકાસ્પદ મોત અને ચાલુ સપ્તાહે 35ના મોત થયાં છે. ગ્રામ્ય વિસ્તારમમાં પણ મોટા પ્રમાણમાં નિધન થયેલ છે. ખંભાતની બંને કોવિડ હોસ્પિટલો સહિત શહેરની મધ્યમાં આવેલી શિવમ હોસ્પિટલમાં અનેક કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે.અહીં કોવિડના કોઈ નિયમનું પાલન ન થતું હોઈ સંક્રમણ વધ્યું છે. અહીં કોરોના હોસ્પિટલમાં હજ્જારોની ભીડ,દર્દી સાથે પણ અનેક પરિવારજનો હોસ્પિટલમાં રહેતા હોય સંક્રમણ વધ્યું છે.

ખંભાતની ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ નિયમોનું કોઈ જ પાલન થતું નથી
ખંભાતની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ પીપીઈ કીટ પહેર્યા વગર દર્દીઓને સારવાર આપી રહયા હોવાના સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ થયા છે..આ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સરકારના નિયમોને નેવે મૂકી મન ફાવે તેવી ફી વસૂલી ઉઘાડી લૂંટ કરાઈ રહી હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે. જેનો ભોગ ગરીબ દર્દીઓ બની રહ્યા છે. આવી ગંભીર બેદરકારીઓ હોસ્પિટલમાંચાલી રહી હોવા છતાં પણ તંત્રની ઊંઘ ઊડતી નથી. જેને લઇ અનેક કોરોના સંક્રમિત દર્દીઓ શહેરમાં ઠેરઠેર ભટકી રહ્યા છે અને અને લોકોને સંક્રમિત કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...