ચોરી:બોરસદ સરદાર ચોક પાસે સવારે 70 હજાર ભરેલા પાકીટની ચોરી

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTVમાં બાઇક સવાર પાકીટ લઇને ભાગ્યો હોવાનું કેદ

બોરસદ શહેરના સરદાર ચોક પાસે શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે પાકીટની ઉઠાંતરી કરીને એક બાઇકચાલક ફરાર થઇ ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બોરસદ APMC શાકમાર્કેટમાં દુકાન ધરાવતા અને શાકભાજીનો વહેપાર કરતા પઢીયાર રાજેશભાઈ મોહનભાઈ શનિવારે એપીએમસી માર્કેટની દુકાન બંધ કરી શાકભાજીનો વકરો અને અન્ય રકમ મળી અંદાજિત 65 થી 70 હજાર રૂપિયા ભરેલું પાકીટ પોતાની થ્રિ વ્હીલ ટેમ્પો મૂકી સવારે 11 વાગ્યાના સુમારે સરદાર ચોક ફુવારે પાસે આવ્યા હતા

ટેમ્પો સાઇડમાં મૂકી ચોપડા લેવા ગયા હતા તે સમયે ટેમ્પોમાં મુકવામાં આવેલ પાકીટને અજાણ્યો ઈસમ ઉઠાવી ફરાર થઇ ગયો હતો રાજેશભાઈ પરત ટેમ્પો પાસે આવતા તેઓએ પાકીટ ગૂમ થયો હોવાનું જાણ્યું હતું જેને લઇ તેઓએ તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ સઘળ નહીં મળતા તેઓ બોરસદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા જેને લઇ પોલીસે ફુવારા ચોક સહીત મુખ્ય બજારના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં ફુવારા તરફથી એક બાઈકચાલક યુવાન બાઈક પર પાકીટ લઇને બોરસદ બસ સ્ટેન્ડ તરફ જતો જણાઈ આવે છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...