તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બોરસદ નજીક તૈયાર થઇ રહેલ નાળાની કામગીરીમાં વેઠ ઉતારાઇ

બોરસદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીંયાથી પસાર થતા વાહનોના અકસ્માતનુ જોખમ વધશે

બોરસદ - વાસણા માર્ગ પર આવેલ મોટી નહેર ઉપર લાખો રૂપિયાના ખર્ચે નાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ અહીંયા નાળા બનાવવામાં વેઠ ઉતારાઈ રહી હોવાનું સામે આવ્યું છે જેને લઇ આગામી સમયમાં અહીંયાથી પસાર થનાર વાહનચાલકોમાં અકસ્માતનુ જોખમ વધી જશે તેવું લાગી રહ્યું છે. બોરસદ પાસેથી પસાર થતી મોટી નહેર ઉપર બોરસદ - વાસણા માર્ગ પર નાળું બનાવવામાં આવેલ છે જે નાળું તંત્રની અણઆવડતનો ઉત્તમ નમૂનો બની રહ્યો છે જેમાં નહેર પર બનાવેલ નાળું ત્રાંસુ બનાવવાંમાં આવેલ છે.

અગાઉ આ માર્ગ સીધો હતો પરંતુ નાળું ત્રાંસુ બનાવી દેતા વાહનચાલકો ગફલતમાં નાળાની સાથે ટકરાઈ શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે.નાળાનું કામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા રસ્તાને ધ્યાનમાં લીધા વિના જ જાણે નાળું તૈયાર કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે નાળું ત્રાંસુ હોઈ વાસણા તરફ જતા વાહનચાલકો ગફલતમાં નાળાની દીવાલ સાથે ટકરાઈ શકે છે તેમજ વાસણા તરફથી બોરસદ તરફ જતા વાહનચાલકો સીધા જ નહેરમાં જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અગાઉ સીધા રોડ પર વાહનો પસાર થતા હતા ત્યારે નાળું કેમ ત્રાંસુ બનાવવામાં આવ્યું તેવા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે શું કોન્ટ્રાકટર દ્વારા રોડ પર ધ્યાન આપવામાં આવ્યું નથી કે પછી ગમે તેમ નાળું બનાવવાનું નક્કી કરી આડેધડ કામગીરી પુરી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...