તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોને ધરમધક્કા:ચુંટણી નજીક છે ત્યારે મતદાન ઓળખકાર્ડનું સર્વર ખોટકાયું

બોરસદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં ચુંટણી સર્વર બંધ થઇ જતા લોકોને ધરમધક્કા

આણંદ જિલ્લા તથા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચુંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે. ચુંટણીમાં મહત્વના દસ્તાવેજ એવા મતદાન ઓળખકાર્ડના સર્વર બંધ થઇ જતા લોકોને ધરમધક્કા થઇ રહ્યા છે.બે મહિના અગાઉ કરેલ સુધારા-વધારાની યાદી પ્રસિદ્ધ થઇ જતા લોકો પોતાના પીવીસી મતદાન ઓળખકાર્ડ મેળવવા માટે બોરસદ મામલતદાર કચેરી સ્થિત ચુંટણી કાર્ડ સેન્ટર પર આવી રહ્યા છે ત્યારે સર્વર બંધ થઇ જતા લોકોને કલાકો સુધી ઉભા રહેવું પડી રહ્યું છે તેમજ કેટલીક વાર આખો દિવસ સર્વર ખોટકાયેલ રહેતા લોકોને ધરમધક્કા થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો