તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ પાણીમાં:આણંદના પૂર્વ ભાગને જોડતું તુલસી ગરનાળુ નવું બનાવ્યું, પણ પાણીથી ભરાઇ જવાની સમસ્યા ઠેરની ઠેર

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણી નીકાળવા લાખોનો ખર્ચ કર્યો પરંતુ ડીઝલ પંપથી પાણી ઉલેચવુ પડ્યું

આણંદમાં પ્રચાર સુરા નેતાઓ પ્રજાની સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં પરિણામલક્ષી કામ કરવામાં અને કરાવવામાં નિસફળ સાબિત થયા છે. આણંદના પૂર્વ વિસ્તારના વોટ લેવા તુલસી ગરનાળુ પહોળું કરવાના અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ લાવી દિધાની ડંફાશો હાંકતા ભાજપી નેતાઓના મો પહેલા વરસાદના આગમને જ સીવી દીધા છે. ત્રણ દાયકાની માંગ બાદ ત્રણ વર્ષના લાંબા વિલંબિત નિર્માણકાળ બાદ પણ તુલસી ગરનાળામાં પાણી ભરાયા અને પૂર્વ વિસ્તારના હજારો નાગરિકોને 5 કિલોમીટરના લાંબા ફેરા ફરી કામધંધે અને જરૂરિયાતના કામે જવું પડયું છે.

ગરનાળાનું નવીનીકરણ કરાયું હતુ

આણંદ શહેર અને પૂર્વ પટ્ટી વિસ્તાર પરીખભુવન, ગામડી વગેરે વિસ્તારોને જોડતું તુલસી ગરનાળુ સાકડું અને ચોમાસામાં પાણી ભરાઇ જવાથી અવરજવર થઇ શકતી ન હતી.પૂર્વ વિસ્તારમાં વધતો વિકાસ અને વધતી જતી વસતીને લઈ ત્રણ દાયકાથી આ ગરનાળુ પહોળુ કરવા અને વરસાદી પાણીના નિકાલ માટે માંગ હતી. જેને લઈ ગત 30 સપ્ટે.2018 ના રોજ ગરનાળુ અવરજવર માટે બંધ કરીને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંથર ગતિએ ચાલતી આ કામગીરી માર્ચ 2021 માં પૂર્ણ થઈ હતી.

વિકાસ છેતરામણો સાબિત થયો છે

તુલસી ગરનાળુ પહોળું અને ઉંડુ કરાયું હતું. જે મુજબ ગરનાળું 6 મીટર પહોળું, 60 મીટર લાંબુ અને 4 મીટર ઉંડુ કરાયું હતું. જેથી કરીને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિની સાથેસાથે બે ફોર વ્હીલર વાહનો આમનેસામને સરળતાથી પસાર થઇ શકશે નો દાવો કરાયો હતો. પ્રજામાં આનંદ અને ખુશીની લાગણીઓ વહી હતી.

પ્રથમ વરસાદના ઝાપટાએ તંત્રની પોલ ખોલી દીધી

જોકે આ વિકાસ છેતરામણો સાબિત થયો છે. સીઝનના પ્રથમ વરસાદના ઝાપટાએ તંત્રની પોલ ખોલી દીધી છે. તુલસી ગરનાળામાં ગોઠણસમા પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. લોકોને ચિખોદરા ચોકડી, સામરખા ચોકડીથી 5 કિલોમીટર જેટલો ફેરો કરી અવર જવર કરવી પડી હતી. આખરે પાલિકાએ ડિઝલ પંપ મુકી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

લાખોના ખર્ચ કરી બનાવેલુ ગરનાળુ પાણીમાં

ટ્રાફિક અવરજવર અને વરસાદી પાણીના નિકાલના સુચારુ પ્લાનિંગ સાથે લાખોના ખર્ચ કરી બનાવેલુ ગરનાળુ પૂર્વ આણંદની પ્રજા માટે માથાનો દુઃખવો સાબિત થઈ રહ્યું છે. દાયકાની સમસ્યા ઠેરની ઠેર રહી છે. આ પ્રથમ વરસાદમાં જ પાલિકા દ્વારા ડીઝલનો ધુમાડો કરી વરસાદી પાણીના નિકાલ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. તો જ્યારે હજુ આખું ચોમાસું કાઢવાનું છે તે દરમ્યાન કેટલો ખર્ચ થશે અને કેટલું ડીઝલ જશે તે કલ્પવું જ રહ્યું. વરસાદી પાણીના નિકાલની લાખોનો ખર્ચ કેવા પ્લાનિંગ સાથે કર્યો અને અને રકમ કયા વપરાઈની તલસ્પર્શી તપાસ નાગરિકો માંગી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...