બોરસદ તાલુકાના ઝારોલા ગામે આવેલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે બાળકોની શિષ્યવૃતિની રજુઆત કરવા આવેલ વૃદ્ધ માજીને ધક્કો મારીને પાડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. બોરસદ તાલુકાના ઝારોલા ગામની ઇન્દિરા કોલોનીમાં રહેતા વિધવા જિબાબેન ચુનારાની પુત્રીના બે બાળકો ઝારોલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. તેઓના ભાણીયાઓની સાથે ભણતા બાળકોની શિષ્યવૃતી બેંકમાં જમા થઇ હતી પરંતુ અજય અને વિજયની શિષ્યવૃતિ જમા થઇ ન હતી.
જેને લઇ ઝારોલા પ્રાથમિક શાળામાં રજુઆત કરવા જતાં મુખ્ય શિક્ષક જશવંતસિંહ પરમારે વૃદ્ધા જિબાબેન સાથે ઉશ્કેરાટમાં આવીને વૃદ્ધાને ધક્કો મારી દેતા તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. જેઓને ત્યાં હાજર એક શિક્ષક અને શિક્ષિકાએ ઉભા કર્યા હતા અને શાળાની બહાર મૂકી આવ્યા હતા.
આ અંગે ભાદરણ પોલીસ મથકે પહોંચી શાળાના મુખ્ય શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. અા અંગે શિક્ષક જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે, મેં ધક્કો માર્યો નથી.જિબાબેન શીયષ્યવૃતિની વાત કરવા આવ્યા હતા. જેઓને ઓનલાઇન કેવાયસી કરવાનું કહ્યું હતું. પણ તેઓએ મારી ઉપર ખોટા આક્ષેપ કર્યા છે. મુખ્ય શિક્ષકના જવાબો લીધા છે : ભાદરણ પોલીસે અરજી મળતા મુખ્ય શિક્ષકનો જવાબ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.