અરજદારોની હાલત કફોડી:બોરસદ તાલુકા સેવા સદનમાં સોગંદનામુ પ્રથા હજુ યથાવત

બોરસદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ અરજીઓમાં સોગંદનામુ કરવામાંથી મુક્તિ આપવા બાબત પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે અમલીકરણ થયા બાદ પણ બોરસદ તાલુકાના સેવા સદનમાં સોગંદનામુ લાવવા બાબતે આગ્રહ રાખવામાં આવતા અરજદારોની હાલત કફોડી બનવા પામી છે. તેમજ આર્થિક બોજ સહન કરવો પડે છે.

‌બોરસદ તાલુકાના સેવા સદનમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ જરૂરીયાત અર્થે નાગરિકો સેવા સદન કચેરીમાં આવતા હોય છે. આવક દાખલા જાતિ દાખલા કે રેશનકાર્ડ સહિત વિવિધ કામમાં જરૂરી પુરાવાઓ સાથે સોગંદનામુ રજૂ કરવા માટે આગ્રહ રાખવામાં આવે છે. જેથી શહેર સહિત સમગ્ર તાલુકાના નાગરિકો માટે સોગંદનામુ મુક્તિનો પરિપત્ર હાસ્યાસ્પદ બની રહ્યો છે.

સરકારી પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ખાસ કિસ્સા સિવાય કોઈ કામે સોગંદનામુ જરૂરી નથી. છતાં પણ બોરસદ તાલુકાના સોગંદનામુ પ્રથા હજુ પણ યથાવત રાખવામાં આવી છે. જેથી રોજબરોજ વિવિધ કામગીરી હેતુસર આવતા અરજદારોને આર્થિક બોજ સહન કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...