મતપેટીનો ઘેરાવ:કણભામાં રાત્રીના મતપેટી લેવા ગયેલી બસને લોકોએ ઘેરી લેતા વહીવટી તંત્રની દોડધામ

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના કણભા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.ત્યારબાદ મતદાન મથકમાં ચૂંટણી કામગીરી પૂર્ણ થયા બાદ પ્રિસાઇડીંગ ઓફિસર સ્ટાફને ભથ્થું વહેંચી રહ્યાં હતા. ત્યારે ઉમેદવારોને એમ લાગ્યું કે પ્રિસાઇડીંગ ઓફિસર સહિત સ્ટાફે કોઇ ઉમેદવારપાસેથી નાંણા લીધા છે અને તે વ્હેંચી રહ્યા છે.

આમ, સમજીને પ્રિસાઇડીંગ ઓફિસર જોડે જીભાજોડી કરી ઉમેદવાદોરએ ચૂંટણીલક્ષી કાગળ ફેંકી દેતા મામલો બિચકયો હતો. જેના પગલે આખું ગામ ઉમટી પડીને મતદાન મથકને બાનમાં લીધું હતું. તે સમયે જ મતદાન પેટી લેવા માટે બસ આવી હતી તેને પણ ગ્રામજનો ચારે તરફથી ઘેરી લઇને ભારે હંગામો મચાવ્યો હતો.

જેની જણ થતાં બોરસદ મામલતદાર પોલીસ કાફલા સાથે કણભા જવા રવાના થયો હતો. રાત્રે દસ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં આખરે પોલીસ અને તંત્રની મદદ લેવાતાં, ગ્રામજનોને સમજાવી આખરે મામલો થાળે પાડ્યો હતો. બાદમાં તેમને મતપેટીઓ લઈ જવા દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...