ફરિયાદ:માલિકની આંખો સામે જ કાર લઈ શખસ ફરાર થયો

બોરસદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના ભાદરણ ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા પરિવારની આંખોની સામે જ વાહન ચોર તેમની કાર ચાલુ કરીને ચોરી ગયો હતો. આ મામલે પરિવારે ભાદરણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બોરસદ તાલુકાના ભાદરણ ગામના બસ સ્ટેન્ડ પાસે સોનાટેકરીમાં 49 વર્ષીય સંજયભાઈ અંબાલાલ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ અમુલ પાર્લરની દુકાન ચલાવે છે. ગત 22મી ડિસેમ્બરના રોજ તેમના ઘર બહાર તેમણે ઈકો કાર પાર્ક કરી હતી.

એ સમયે ઘરની બહાર કાર ચાલુ થવાનો અવાજ આવ્યો હતો. જેને પગલે સંજયભાઈ અચાનક જાગ્યા હતા અને તેમણે તેમની બારી ખોલીને જોયું તો તેમની આંખો સામે કોઈ શખસ તેમની કાર ચાલુ કરીને જતો હતો. જોકે, તેઓ ઘર બહાર જાય તે પહેલાં જ શખસ કાર લઈને ફરાર થઈ ગયો હતો. તેમણે બુમરાણ મચાવી પરંતુ એ પહેલાં તો શખસ અંધારામાં કાર લઈને ક્યાંય પલાયન થઈ ગયો હતો. દિવસ દરમિયાન શોધખોળ હાથ ધરવા છતાં પત્તો ન લાગતાં તેમણે આ મામલે ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...