ગુજરાત, મુંબઈ સહિત સમગ્ર દેશમાં સેલિબ્રિટી સહિત અનેક નામી-અનામી વ્યક્તિઓને ફોન કરી ધમકાવી, તથા ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીનું નામ બોરસદ ફાયરીંગ કેસમાં ખૂલ્યા બાદ તેની બેંગલુરૂથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોરસદ કોર્ટમાં રજૂ કર્યો હતો.
જ્યાં હાલ તે સાત દિવસના રિમાન્ડ પર છે. નોંધનીય છે કે, રવિ પૂજારી વિરૂદ્ધ ખંડણી માંગવી, ધમકી આપવી સહિતના 14 ગુના નોંધાયા છે, જે પૈકી ચાર ગુના તો આણંદ જિલ્લાના જ છે. જોકે, ચકચારી કેસ એવા બોરસદ ફાયરીંગ પ્રકરણમાં ફાયરીંગ બાદ કાઉન્સિલર પ્રજ્ઞેશના ભાઈ સંકેતને ઓસ્ટ્રેલિયાથી ફોન કરી ધમકી આપી હતી.
1.42 મિનિટની ઓડિયો ક્લીપનો સારાંશ રજૂ કરવામાં આવ્યો છે રવિ પૂજારી :- હેલો.. અવાજ આ રહી હૈ ક્યાં .. હાલો.. હા સંકેત અાવાજ આ રહી હૈ ક્યા… અાવાજ આ રહી હૈ.. સંકેત પટેલ :- આ રહી હૈ.. આ રહી હૈ.. બોલો.. રવિ પૂજારી :- રવિ પૂજારી બાત કર રહા હું ઓસ્ટ્રેલિયા સે.. બાત કર રહા હું .. સંકેત પટેલ :- હા, બોલો ભાઈ, બોલ રહા હું.. રવિ પૂજારી :- તેરા ભાઈ ઈસ બાર તો બચ ગયા લેકિન અગલી બાર નહિ બચેગા.. લેકિન અગલી બાર બચેગા નહીં.. જો ફાયરિંગ કિયા હૈ વો મેરે લડકો લોગને ફાયરીંગ કિયા હૈ સમજા ક્યાં.. સંકેત પટેલ :- ઐસા હૈ.. રવિ પૂજારી :- હા તેરે ભાઈ કો બોલના કાંઈ કો લિયે મેટરમાં ગિરતા હૈ…ઇધર ઉધર મેટરમે ગુસ્તા હૈ ઉસકો પતા નહિ કિસકે સાથ કિસ મેટરમાં ઝઘડા હુવા હૈ.. ઉસકો પત્તા નહીં હે.. પત્તા નહીં કોન લોગ હે…ઝઘડા કિસ કે સાથ કિયા ઉસકો પત્તા નહીં હૈ… સંકેત પટેલ :- અચ્છા, રવિ પૂજારી :- ઝઘડા કિસ કે સાથે કિયા હૈ ઉસકો પત્તા લગા દેના ચાહિયે ના…ઉસકો મેરે લોગો કે પીછે લગા દિયા હૈ યે કરના કરના… રવિ પૂજારી કે લોગો કે ઉસકો પતા નહી હૈ ક્યા, રવિ પૂજારી કૌન હૈ… રવિ પૂજારીકો પુરી ગુજરાત જાનતી હૈ, પુરા હિન્દુસ્તાન જાનતા હૈ.. ઉસકો પતા હોને કે બાદ અમારે લોકો કે પીછે લગા હૈ અમારે લોકો કે પીછે લગા હૈ… ઈસ બાર સિર્ફ ટ્રાયલ દિયા હૈ સમજા કે નહી.. ટ્રાયલ દિયા હે અગલી બાર .......ઠોક ડાલેગા મૈં.. ફેિમલી વાલા મીલાતો માર દેગા તેરા ભાઈ કો સમજા દેના.. સંકેત પટેલ :- હા…. રવિ પૂજારી :- તેરે ભાઈકો સમજા દેના કાઉન્સિલર હૈ તો સોચના મત કે બડા હો ગયા… બંદૂક કી ગોલી સોચતી નહી હૈ કે કૌન કાઉન્સિલર હૈ મિનિસ્ટર હૈ.. ગોલી ચલતી હૈ ચલતી હૈ ઈસ બાર બચ ગયા લેકિન અગલી બાર બચેગા નહી.. ઉસકો બોલના... અપની હદ મે રહે ના..
ફાયરીંગ કેસમાં 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જ્યારે રવિ પૂજારી વોન્ટેડ હતો
નગરપાલિકાની ચૂંટણી હારી જતા ચંદ્રેશ પટેલ તથા શ્યામગિરી ગોસ્વામીએ પ્રજ્ઞેશ પટેલની હત્યા કરવાનું નક્કી કરી કાવતરું રચ્યું હતું. આ કેસની તપાસમાં રવિ પૂજારીના કહેવાથી સુરેશ કિટ્ટા પૂજારી તથા સુરેશ અન્ના પૂજારીએ વ્યવસ્થા ગોઠવી આપી હતી. પછી સુરેશ પિલ્લાઈ અને મહંમદ સાબીરે ફાયરિંગ કર્યું હતું. બનાવમાં 13 આરોપીની ધરપકડ કરાઈ હતી. રવિ પૂજારી તે સમયે વોન્ટેડ હોવાથી પકડાયો ન હતો.
આણંદના ઉદ્યોગપતિ-સહકારી મંડળીના અગ્રણી પાસે 25 કરોડની ખંડણી માંગી હતી
વર્ષ 2017માં ફાયરીંગ પ્રકરણમાં રવિ પૂજારીનું નામ ખૂલ્યા અગાઉ તેણે વર્ષ 2016માં આણંદના બિલ્ડર અરવિંદભાઈ પટેલને ફોન કરી ધમકી આપી રૂપિયા 25 કરોડ ચૂકવી આપવાની ધમકી આપી હતી. એ જ રીતે વર્ષ 2016માં સહકારી મંડળીના અગ્રણીને પણ ફોન કરી ધમકી આપી રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી. આ સિવાય, પ્રજ્ઞેશ કેસ અને સરકાર વિરૂદ્ધ ન બોલાવા બાબતે ધારાસભ્ય અમિત ચાવડાને પણ ફોન કરી ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.