તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:બાળકીએ પીગી બેન્કમાંથી 3000નું દાન કર્યું

બોરસદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોરસદમાં રામ મંદિર માટે 9 લાખનું દાન એકત્રીત કરવામાં આવ્યું

રામ જન્મભૂમિ નિર્માણ અર્થે બોરસદ શહેરમાં અને તાલુકામાં અલગ-અલગ ટોળીઓ દ્વારા ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવા માટે દાન એકત્ર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે બોરસદ શહેર અંદાજિત નવ લાખ રૂપિયા જેટલું દાન એકત્ર થઇ ગયું છે પરંતુ નવાઈની વાત એ છે કે નવ લાખ રૂપિયાનાં દાન કરતાં પણ મોટુ દાન એક નાની બાળા એ આપેલ છે જેમકે ભગવાન શ્રીરામ જ્યારે રામસેતુ બનાવતા હતા ત્યારે પૂરેપૂરી વાનરસેના રામસેતુ બનાવવાના કામે જોતરાઈ હતી.

પરંતુ તે સમયે એક ખિસકોલી પણ પોતાની યથાશક્તિ નાના નાના પથ્થરો લાવી દરિયામાં નાખી રહી હતી તેવી જ રીતે બોરસદ ના આણંદ જવાના રોડ પર આવેલ ક્રિષ્ના સોસાયટી મા રહેતી વિશ્રુતિ ચૈતન્યભાઈ ભાવસાર જેણે બોરસદ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના રામ જન્મભૂમિ અભિયાન ટોળી તેમના વિસ્તારમાં રામમંદિર માટે દાન એકત્ર કરવા ગઈ ત્યારે આ નાની બાળા એ પોતાના એકઠા કરેલા પિકી બોક્સ દાનમાં આપી દીધું હતું જે ગણતરી કરતાં રૂપિયા 3000 અંદરથી નીકળ્યા હતા ત્યારે દાન ઉઘરાવવા માટે નીકરેલ ટોળીના સેવકો ભાવુક થઇ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું દાન મળ્યું છે પરંતુ આ નાની ખિસકોલી એ જે આપેલું દાન અમારા માટે ખૂબ મોટું દાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો