અકસ્માત:બોરસદ નજીક કેજી હોટલ પાસે અકસ્માત બાદ કાર સળગી ગઇ

બોરસદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોઅે કારમાં ફસાયેલા બે યુવાનોને બચાવી લીધા

બોરસદ-ભાદરણ માર્ગ ઉપર આવેલ કેજી હોટલ પાસે ગુરુવારે રાત્રે 11 વાગ્યાના સુમારે રાસ તરફથી આવી રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડે આવેલા ઝાડ સાથે અથડાઈને ખેતરની લોખંડની વાડ તોડી પલ્ટી મારી ગઈ હતી જેને લઇ ખેતરની ફરતે કરવામાં આવેલ લોખંડની જાળી કારની ફરતે વીંટળાઈ ગઈ હતી અને કાર ઉંધી પડી ગઈ હતી અને કારમાં સવાર બન્ને યુવકો પણ કારમાં ફસાઈ ગયા હતા અને થોડી જ વારમાં આગળ એન્જીનના ભાગે કારમાં આગ લાગી હતી

પરંતુ ધર્મજના 20 વર્ષિય યુવાનો દેવ અક્ષય પટેલ અને જીત રાકેશ પટેલ નામના બન્ને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બહાર નીકળી શકે તેમ ન હતા ત્યારે કેજી હોટલ સામે આવેલ બેકરી પર બેઠેલા કાઉન્સિલર હેમુખાન પઠાણ અને બીજા યુવાનો દોડી આવ્યા હતા અને જીવના જોખમે સળગતી કારના કાચ તોડી બન્ને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...