અકસ્માત:ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજ અઢી કલાક સુધી વાહન વ્યવહાર ઠપ

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિંખલોડ રોડની ઘટના; ગેસની અસર અોસરતા સુધી પાણીનો મારો ચલાવાયો

બોરસદ તાલુકાના ભાદરણ ગામેથી કિંખલોડ જવાના માર્ગ પર આવેલ હિંગલાવડી પાસે રાત્રિના સમયે ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા તંત્ર દોડતુ થયું હતું. જો કે સદનસીબે લીકેજ પર કાબૂ મેળવતા રાહત થઇ હતી. ગેસ લીકેજને પગલે રાત્રે અઢી કલાક સુધી રોડ બંધ કરવો પડ્યો હતો.

બોરસદ તાલુકાના ભાદરણ ગામેથી કિંખલોડ જવાનો માર્ગ પર,સોમવાર રાત્રિના 12:00 વાગ્યાની આસપાસ એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ પણ કારણથી ટેન્કર પલટી મારી ગયું હતું ત્યારે તેનો ગેસ લીકેજ થવાનું શરૂ થતા તાત્કાલિક તેણે કંપનીમાં જાણ કરતા નંદેસરી થી બોરસદ અને આણંદ થી અલગ અલગ ફાયર ફાઈટર આવી ગયા હતા અને ટેન્કર ઉપર સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. રોડ ઉપરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી

આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી બોરસદ પ્રાંત અધિકારી મામલતદાર ની ટીમો પણ હાજર હતી પોલીસ દ્વારા બોરસદ થી આવતો અને પાદરા થી આવતો બંને માર્ગ પરના વાહનોને સંભળાવી દઈ ગેસનો સંપૂર્ણ નિકાલ થઈ જાય ત્યાં સુધી પાણીનો મારો ચાલુ રાખે શાંતિપૂર્ણ રીતે આયોજન પૂર્ણ કર્યું હતું અને સદ્નસીબે કોઈ અણ બનાવ બન્યો ન હતો ત્યારે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...