કટિબદ્ધતા:ભગવદ્ ગીતાના પ્રચાર માટે બોરસદ તા.પં.ના કર્મીએ CM સાથે ચર્ચા કરી

બોરસદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • “મારે ઘેર પણ ગીતા” એવા ઉમદા સંકલ્પ સાથે 300 કરતાં વધુ શ્લોક કંઠસ્થ કરી જ્ઞાન પ્રસરાવવાનુ ધાર્મિક કાર્ય કરવા કટીબદ્ધ

ભગવત ગીતા ભારતીય સંસ્કૃતિનો મહાન ધર્મગ્રંથ છે. માત્ર કોર્ટ કચેરી અને મંદિરોમા જ ગ્રંથની મહત્વતા રહેતા ધાર્મિક દ્રષ્ટિએ પ્રચાર પ્રસાર જ્ઞાન સિમિત રહ્યું છે. પરંતું બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં વસવાટ કરતા યુવક અને તાલુકા પંચાયત બોરસદના સિનિયર ક્લાર્ક સુરેશ પારેખ દ્વારા ખાસ અભિગમ રાખીને ગીતા શ્લોકના ઉચ્ચારણ સારાંશ માટે નિશ્ચય કરવામાં આવ્યો છે.

મારા ઘરે પણ ગીતા જેવા ઉમદા અભિગમ સાથે ધર્મગ્રંથ ભગવત્ ગીતાને દાદા ભગવાનની પ્રેરણાથી જન જન સુધી ગીતા જ્ઞાન પહોંચાડાય તે માટે છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ સુરેશભાઈ પારેખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ઉપસ્થિત રહીને પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિશેષ મુલાકાતની પરવાનગી મેળવીને ભગવત ગીતા જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે ખાસ વાતચીત કરી વિચાર વિમર્શ કર્યો હતો. સંકલ્પબદ્ધ સુરેશભાઈ પારેખે પોતાની ફરજ બજાવવા સાથે યોગ્ય સમય ફાળવીને શાળા મહાશાળા કોલેજ યુનિવર્સિટી સાંપ્રદાયિક જુથો ટે્નિગ સેન્ટરો ભજન મંડળ સહિત સર્વત્ર સુધી ગીતા શ્લોકના પઠન ઉચ્ચારણ સારાંશ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બોરસદ તાલુકાના ગૌરવ સમાન સરકારી કર્મચારીની મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત કરાવવા માટે બોરસદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી જયોતિબેન દેસાઈ અને આસિસ્ટન્ટ ટીડીઓ વિકાસભાઈ પ્રજાપતિએ જરૂરી તમામ જોગવાઈ અને મદદ મળી હતી. સમગ્ર તાલુકાના સરકારી કર્મચારીઓ દ્વારા પણ સુરેશભાઈ પારેખની વિશિષ્ટ રુચિ અને અભિગમ બદલ અભિનંદન પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...