બોરસદ તાલુકાના પામોલ ગામના યુવક સિંગલાવ રોડેથી બોરસદ તરફ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા આવી રહ્યો હતો ત્યારે રસ્તા પર રખડતી ગાયે અડફેટે લેતાં પટકાયો હતો. તેની બાઇક પર પાછળ બેઠેલા તેમના ગામના એક વ્યક્તિને બીજાઓ થઈ હતી ત્યારે 12 ધોરણની પરીક્ષા આપવા જઈ રહેલ યુવકને અકસ્માત થતા આ બાબતે ત્યાં સ્થાનિક રહીશ અને ત્યાંથી પસારથઈરહેલ “ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન” ના સભ્યોને જાણ થતા તરતજ કોકોરાવ , જનક પટેલ, હરદીપસિંહ પઢિયાર અને સૌ મિત્રો પહોંચી સરકારી દવાખાનમાં ટ્રીટમેન્ટ કરાવવા લઇ ગયેલ અને બાદમાં તેઓને તેમના બોરસદના વાસણા ગામે પરીક્ષા કેન્દ્ર સુધી પણ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થી ગોસાઈ દીપગીરી જયંતીભાઈ રહે. પામોલ તેમની જોડે બેઠેલા દિનેશભાઈ રોહિત હતા તેમને પણ નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.