બેજવાબદારી:બોરસદ તાલુકા સેવાસદનમાં મરામતના અભાવે સોલાર બંધ

બોરસદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તિજોરી ઉપર બિલનું લાખોનું ભારણ વધ્યુ

બોરસદ ખાતે વર્ષ 2017માં કરોડોના ખર્ચે અદ્યતન તાલુકા સેવા સદનને ખુલ્લું મુકાયું હતું ,તાલુકા સેવા સદનનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે સેવા સદનના ટોપ એટલે કે છેલ્લા માળે 30 કેવીનો સોલાર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો પરંતુ આ સોલાર પ્લાન્ટ થોડો સમય ચાલ્યા બાદ જરૂરી મેઇન્ટનેસના અભાવે બંધ પડી જવા પામ્યો હતો મહત્વ ની વાત એ છે કે આ સોલાર પ્લાન્ટ થકી દૈનિક 125 યુનિટ વીજળીનું ઉત્પાદન થતું હતું અને સેવાસદની તમામ ઓફિસોના વીજ બિલ લગભગ લગભગ ખુબજ ઓછા આવતા હતા

પરંતુ થોડો સમય વ્યવસ્થિત ચાલતો આ સોલાર પ્લાન્ટ ટેક્નિકલ ફોલ્ટને લઈ બંધ પડી જતા આજે બોરસદ સેવા સદનનું વીજ બિલ મહિને 50 થી લઈ 60 હજાર જેટલું નોંધવા લાગ્યું છે ,60 હજાર લેખે જો વાર્ષિક ગણતરી વીજ બિલની ગણવા માં આવે તો વર્ષે 7 લાખ ની આસપાસ રહેવા પામે છે હાલ બોરસદ સેવા સદીમાં 30 કિલો વોટનો સોલાર પ્લાન્ટ છે અને જો તે નિયમિત કાર્યરત રહે તો સેવાસદનનું વાર્ષિક વીજ બિલ લગભગ અડધું થવા પામે પરંતુ સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરોની આળસને લઈ બોરસદ સેવા સદનનો સોલાર પ્લાન્ટ બંધ પડેલ હોય સરકારી તિજોરી ઉપર વીજ બિલનું વર્ષે લાખોનું ભારણ પડી રહ્યું છે સરકાર દ્વારા સૌર ઊર્જા ને પ્રોત્સાહીત કરવા મોઢેરાને સૌર ઊર્જા માટે મોડેલ શહેર જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ સોલાર પ્લાન્ટ બંધ હાલતમાં હોય સરકારના સૌર ઊર્જા અભિયાનનો ખુદ સરકારી અધિકારીઓ જ લિરે લિરા ઉડાવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...