રાવ:બોરસદમાં સીલ કરેલા ભઠ્ઠા મંજૂરી વિના ધમધમતા થયા

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેલગામ- કલેક્ટરના આદેશને પણ ભઠ્ઠામાલિકો ગણકારતા નથી
  • સ્થાનિક તંત્ર દ્વારા આંખ મીચામણા થઇ રહ્યા હોવાની રાવ

બોરસદ તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદે ધમધમતા ઈંટોના ભઠ્ઠા બાબતે ગત મે માસમાં જિલ્લા કલેકટરે સીલ કરવાના આદેશ સ્થાનિક વહીવટી તંત્રને આપ્યો હતો. જેને લઇ બોરસદ તાલુકામાં 18 જેટલાં ઈંટભઠ્ઠા ગેરકાયદે ધમધમતા હોઈ સીલ કરાયા હતા. પરંતુ તાજેતરમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ભઠ્ઠા શરૂ થઈ જતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

મામલતદાર આરતીબેન ગોસ્વામી સહિતની ટીમ દ્વારા તમામ ભઠ્ઠાને ખાણ ખનીજ વિભાગ અને પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરવામાં આવી હતી. જેમાં નીસરાયા, અલારસા, વિરસદ, નામણ, પામોલ, દહેમી, મોટી શેરડી, કિંખલોડ સહિતના ગામોમાં ટીમોએ પહોંચીને ગેરકાયદે ભઠ્ઠાઓને સીલ કરી ઓફિસ પર નોટિસ લગાવી હતી. તે સમયે ઈંટભઠ્ઠા સીલ હોવા છતાં કેટલાક ભઠ્ઠાઓ ઉપર કામગીરી ચાલુ હોવાનું ધ્યાને આવતા બોરસદ મામલતદારે તાત્કાલિક ભઠ્ઠાઓ ઉર પહોંચી પોલીસ બોલાવી ભઠ્ઠાના માલિકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઇ ફફડાટ ફેલાઈ ગયો હતો.

ત્યારે હાલમાં આ સીલ ભઠ્ઠાઓ કોઈ પણ જાતની પરવાનગી કે પરમિશન વિના અને સીલ લગાવેલું હોવા છતાં શરૂ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા પણ આ બાબતે આંખ મીચામણા કરવામાં આવી રહ્યા છે. જેને લઇ તંત્રની મીલીભગત અને આશીર્વાદથી જ કલેકટરના આદેશની અવગણના કરીને ભઠ્ઠા ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે. જોકે, આ મામલે સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...