હાલાકી:આણંદ સેવા સદનમાં વિવિધ દાખલા માટે અરજદારોને ધક્કા

બોરસદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કહેર વચ્ચે અરજદારોનો નાણાંનો ખર્ચ ત્રણ ગણો વધી ગયો

સમગ્ર વિશ્વમાં કોરોના જેવી વેશ્વિક મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનલોક ગાઈડલાઈન પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ હજુ પણ સરકારી કચેરીઓમાં એટીવીટી સેન્ટરમાં કામો થતા ના હોય અરજદારોને નોટરી કરાવી ઓનલાઇન કામો કરાવતા ત્રણ ગણો ખર્ચ ભોગવવો પડે છે.

હાલ શિષ્યવૃર્તી અને આરટીઈ હેઠળ બાળકના નામ દાખલ કરાવવા માટે આવકના દાખલા, બિનઅનામત વર્ગના દાખલા જરૂરીયાત ઉભી થઇ છે. પહેલા અરજદારને સ્ટેમ્પ અને કચેરીના એટીવીટી સેન્ટરમાં સોગંદનામું કરવાના સ્ટેમ્પ સાથે 70 રૂપિયા જેટલો ખર્ચ થતો હતો પરંતુ સરકારે એટીવીટી સેન્ટર બંધ કરતા હવે અરજદારોને પ્રથમ સ્ટેમ્પ લઇ તેની પર નોટરી સોગંદનામું કરાવવું પડે છે અને બાદમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું થાય છે જેમાં અરજદારને અંદાજિત 400 થી 500 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે આટલું કર્યા બાદ અરજદાર સાથે ત્રણ વ્યક્તિઓને લઇ પંચકયાસ માટે કચેરીમાં કસ્બાતલાટી પાસે રૂબરૂ જ જવું પડતું હોય છે,પહેલા એટીવીટી સેન્ટર પર અરજદાર જાય તો ત્યાં જ તમામ કામો થઇ જતા હતા પરંતુ હાલ સેન્ટર બંધ કરતા અરજદારોને સ્ટેમ્પ ,નોટરી અને ઓનલાઇન ફોર્મ માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે.

ઓનલાઇન સોફ્ટવેર બંધ કરાતા સોંગદનામા થતા નથી
આ બાબતે તાલુકા લેવલના અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ઓનલાઇન સોફ્ટવેર જિલ્લામાંથી બંધ કરવામાં આવેલ છે જેથી સોંગદનામા થતા નથી પરંતુ પંચકયાસ - પેઢીનામા કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે જેથી તે કામગીરી ચાલુ છે જિલ્લામાંથી તમામ કામગીરી કરવાનો આદેશ આવે તો અમે તમામ પ્રકારની કામગીરી કરવા માટે સંમત છીએ. ત્યારે સોગંદનામું,પેઢીનામું કે પછી 7/12 કે 8 અની નકલો આપવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ તેનો નિર્ણય સરકારના આદેશ મુજબ થાય છે તે થશે તો અમે કામો કરવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...