તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકમાં નિર્ણય:બોરસદ શહેરમાં દર રવિવારે જનતા કરફયુ

બોરસદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
બોરસદમાં પાલિકા પ્રમુખ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઇ. - Divya Bhaskar
બોરસદમાં પાલિકા પ્રમુખ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઇ.
 • કોરોનાના કેસ વધતા નિર્ણય લેવાયો
 • રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કરફયું

બોરસદ શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને લઇ શનિવારે મામલતદાર,પોલીસ ઇન્સ્પેકટર,પાલિકા પ્રમુખ અને વહેપારીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં કોરોનાને લઇ સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. બોરસદમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે શનિવારે બપોરે પાલિકા સભાખંડ ખાતે બોરસદ મામલતદાર એ.એમ.શેરસીયા, પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી અને પાલિકા પ્રમુખ આરતીબેન પટેલની આગેવાનીમાં કોરોના સંક્રમણ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બેઠક મળી હતી.

જેમાં કાઉન્સિલરો, વેપારી એસો.આગેવાનો, અગ્રણીઓ સહીતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અંતે નક્કી કરાયું હતું કે બોરસદ શહેર વિસ્તારમાં કોરોના સંક્ર્મણની ચેનને તોડવા માટે ચોથી તારીખથી રોજ રાત્રે 9 કલાકથી સવારે 5 કલાક સુધી જનતા કરફયુ રાખવામાં આવશે જેમાં દર્દીઓ,ખેડૂતોને છૂટછાટ આપવામાં આવશે.તેમજ દર રવિવારે સવારના 7 થી 9 કલાક સુધી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી,દૂધ,મેડિકલ સેવાઓ સિવાયની તમામ દુકાનો રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.આ અંગે પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટર્સન્સ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમજ રવિવારે તમામ દુકાનો સદંતર બંધ કરાવવામાં આવશે.માસ્ક વગર ફરતા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસુલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો