તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બોચાસણ ગામ પાસે પેટ્રોલ ભરેલા ટેન્કરની પલ્ટી, મોટી જાનહાનિ ટળી

બોરસદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદથી જમીન ઢીલી થતાં ટેન્કર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો

બોરસદ તાલુકાના બોચાસણ પાસે શુક્રવારે બપોરે વરસાદને કારણે પોચી થઈ ગયેલી જમીનમાં એક ટેન્કર ખૂંપી ગયું હતું. જેને કારણે ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે બનાવમાં ચાલકનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડે કામગીરી હાથ ધરી ટેન્કરને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. વાસદ-બગોદરા હાઈવે પર બોચાસણ પાસે છેલ્લાં કેટલાંય સમયથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ અહીંયાથી પસાર થતા વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

દરમિયાન, શુક્રવારે બપોરે બોરસદ તરફથી આવી રહેલું પેટ્રોલ ભરેલું ટેન્કર સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. અહીંયા વરસાદના કારણે જમીન ઢીલી થઈ ગઈ હતી. જેને લઇ ટેન્કરના ટાયરો એક તરફથી જમીનમાં ફસાઈ ગયા હતા અને ટેન્કર ભરેલું હોઈ વજનના કારણે એક તરફ પલ્ટી મારી ગયું હતું. ઘટનાની જાણ રૂરલ પોલીસને કરવામાં આવતા કાફલો દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા કોઈ અગમ્ય બનાવ બને નહીં તે માટે તાત્કાલિક બોરસદ ફાયર ફાઈટર પણ બોલાવી લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ક્રેન વડે ટેન્કરને બહાર કાઢવાના પ્રયાસ કરયા હતા.

અન્ય સમાચારો પણ છે...