તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:કઠાણા દૂધ મંડળીમાં દૂધ ભર્યાની માહિતી ગુમ થઈ જતા આક્રોશ

બોરસદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભાસદોએ ભરેલા દૂધની વિગતો રેકોર્ડ પરથી ગુમ

બોરસદના કઠાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી સંચાલિત દિલ્હી ચકલા દૂધ કેન્દ્ર ખાતે સભાસદોએ ભરેલ દૂધની વિગતો ગાયબ થતાં શનિવારે પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. દૂધ અંગેની માહિતી કોઈ કારણસર ગાયબ થઈ જતાં દિલ્હી ચકલા વિસ્તારમાં પશુપાલન કરતા સભાસદોને આર્થિક નૂકશાન થયું હોવાનું જણાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત 31 મી ઓગષ્ટે સવારે દિલ્હી ચકલા દૂધ મંડળી ખાતે સભાસદોએ નિત્ય ક્રમ મુજબ દૂધ જમા કરાવી દીધું હતું. પરંતુ શનિવારે સભાસદોને જણાવવામાં આવ્યું કે દુધની વિગતો દર્શાવવામાં આવેલ નથી. જેથી સભાસદોએ સંચાલકો અને કર્મચારીઓ સમક્ષ રજુઆત કરી હતી. પરંતુ યોગ્ય નિરાકરણ અને સંતોષકારક જવાબ ના મળતાં સભાસદોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાય મેળવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ સભાસદોએ વેઠેલ આર્થિક નુકસાન વહેલી તકે ભરપાઇ કરવાની માગણી કરી છે.

દિલ્હી ચકલા દૂધ કેન્દ્ર ખાતે 100 કરતા વધુ સભાસદોની ગાયબ થયેલ વિગતો મામલે યોગ્ય તપાસ કરી કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરતાં સંચાલકોએ સમાધાન માટે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...