તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બોરસદમાં સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરતાં કોન્ટ્રાકટરને તંત્રની નોટીસ

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામોમાં લાલીયાવાડી દાખવનાર કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માંગ

બોરસદ નગરપાલિકા દ્વારા વિકાસના કામો અંતર્ગત તાજેતરમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. જેમાં સુરતની એક કન્ટ્રક્શન કંપનીને ટેન્ડર લાગતાં તેને કામો આપવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામોમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. તેમજ સમયમર્યાદામાં કામ પણ પૂર્ણ કરવામાં આવ્યા ન હતાં. જેને લઇ પાલિકાએ નોટીસ આપી ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કોન્ટ્રાકટરને પહેલી જ સામાન્ય સભામાં બ્લેક લિસ્ટ કરવાનું કામ એજન્ડામાં મુકવામાં આવ્યું હતું. પરંતુ આ કામને મુલતવી રાખવામાં આવ્યો હતો. જેને લઇ કોન્ટ્રાકટર બિન્દાસ બની ગયેલ છે

બોરસદ નગરપાલીકા હદ વિસ્તારમાં આરસીસી,પેવર બ્લોક રસ્તાઓ, કમ્પાઉન્ડ વૉલ તથા પાઇપલાઈન નાખવાના કામ બાબતે સુરતના તિરુપતિ કન્ટ્રક્શનને ગત 27મી ઓક્ટોમ્બર 2020ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. અને વર્કઓર્ડર પ્રમાણે આ કામોની મુદત છ માસની હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા યેનકેન પ્રકારે કામગીરી પુરી કરવામાં વિલંબ કરવામાં આવ્યો હતો. જેને લઇ પાલિકાએ કોન્ટ્રાકટરને વધુ એક મુદ્દત આપી હતી. જેમાં તમામ કામો 27મી એપ્રિલ 2021 સુધી પૂર્ણ કરવા જણાવાયું હતું.

અન્યથા નિયમ મુજબ પ્રતિ દિનની દંડની રકમ વસુલ કરશે તેમ જણાવ્યું હતું. બિન્દાસ કોન્ટ્રાકટર દ્વારા પાલિકા દ્વારા વધારાની મુદ્દતની પણ પરવા કરી ન હતી. અને કામો અધૂરા જ રાખવામાં આવ્યા હતાં. જે આજ દિન સુધી પુરા કરવામાં આવેલ નથી. તેમજ કેટલાક કામો તો હજુ શરૂ પણ કરવામાં આવેલ નથી. જેને લઇ પાલિકાએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી છે. ત્યારે સરકારી વિકાસ કામોમાં લાલીયાવાડી દાખવનાર કોન્ટ્રાકટર સામે સખ્ત પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...