બોરસદ પાલિકાની સામાન્ય સભા શનિવારે સવારે 11 કલાકે પાલિકા પ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં એજન્ડાના 28 કામો રજૂ કરવામાં આવ્યાં હતા. જેમાં 17 કામોમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આપ પાર્ટીના 27 કાઉન્સિલરોએ સુધારાની દરખાસ્ત આપી હતી. જયારે માત્ર 11 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આજની સભામાં 36 પૈકી 35 સભ્યો હાજર અને 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા.
બોરસદ સામાન્ય સભાની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી અને ત્યારબાદ એજન્ડાના કામો વંચાણે લેવામાં આવ્યા હતા જેમાં એજન્ડાના કામ નં 1માં ગત સામાન્ય સભાની બહાલી આપવા બાબત,કામ નં 2 સને 2022-23ના વર્ષનો ત્રિમાસિક હિસાબ જોઈ તપાસી મંજુર કરવા બાબતમાં કાઉન્સિલરોએ સુધારો આપ્યો હતો જેમાં મતદાન કરવામાં આવ્યું હતું જેમાં અપક્ષ-કોંગ્રેસ -ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ સુધારાની તરફેણમાં મતદાન કર્યું હતું કુલ 35 પૈકી 27 કાઉન્સિલરોએ સુધારાની તરફેણમાં મતદાન કરતા સુધારો મંજુર કરાયો હતો
જયારે સામા પક્ષે 8 સભ્યો રહ્યા હતા આમ એજન્ડાના 28 પૈકી કુલ 17 કામોમાં સુધારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં 27 સુધારાની તરફેણમાં અને 8 સભ્યો સુધારાની વિરુદ્ધમાં રહ્યા હતા આજની બેઠક ઐતિહાસિક બની રહી હતી જેમાં દર વખતે સામાન્ય સભામાં કોઈ ચર્ચા કર્યા વિના માત્ર એક બે મિનિટમાં બોર્ડ બેઠક આટોપી લેવામાં આવે છે પરંતુ આજની બોર્ડ બેઠકમાં દરેક કામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવેલ છે તેના કામો કરવા માટે કમીટીની દરખાસ્ત પણ કરવામાં આવી હતી.આજની સભામાં અધ્યક્ષસ્થાનેથી એક પણ કામ રજૂ કરવામાં આવ્યો ન હતો.
સામાન્ય સભામાં પાલિકાના એક કર્મચારી અને 3 સફાઈ કામદાર નિવૃત થતા હોઈ જેથી તેઓને મળવાપાત્ર ગેજ્યુટીની રકમ કોમ્પ્યુટ પેંશન તથા દર માસે પેંશન ચૂકવી આપવા ઠરાવ કરવામાં આવ્યોહતો જેને મંજુર કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.