સંગ્રામ પંચાયત:કોંગ્રેસના ગઢ બોરસદ તાલુકામાં 42 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પક્ષોના કેસરિયાં

બોરસદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકામાં કુલ 65 ગામો પૈકી 42 ગામોની ગ્રામ પંચાયતોની આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં 21 મહિલા અને 21 પુરૂષ સરપંચો માટે બેઠક ફાળવવામાં આવી છે. જયારે એક અનુસૂચિત જાતિ (મહિલા) અનામત અને એક અનુસુચિત જાતિ (સામાન્ય) અનામત માટે બેઠક ફાળવવામાં આવી છે. જયારે 42 ગામોના 452 વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાશે. બોરસદ તાલુકામાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વધુ ચૂંટાતા હોય છે.

જેથી આ વિસ્તારમાં ભાજપને ગામડાઓમાં વર્ચસ્વ જમાવવા માટે વધુ ને વધુ ગામો ભાજપ સમર્થિત ઉમેદવારો વિજય બને તે માટે કવાયત હાથ ધરી છે. ખાસ કરીને ભાદરણ, ઝારોલા, બદલપુર, રાસ, અલારસા સહિતના ગામોમાં બંને રાજકીય પક્ષોએ સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પક્ષના પ્રતિક પર નહીં લડાતી હોવા છતાં તમામ રાજકીય પક્ષો પોતાના ટેકેદેારો ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવે છે. તાલુકામાં 99766 પુરૂષ અને 91612 સ્ત્રી મતદારો મળીને 1,91,378 મતદારો સરપંચ તથા વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી કરશે.

મહિલા સરપંચ માટે 21 બેઠકો અનામત

  • અનુસૂચિત જાતિ મહિલા અનામત (1 ગામ) વિરસદ,
  • અનુસૂચિત જાતિ સામાન્ય અનામત (1 ગામ) વડેલી,
  • સામાજિક - શૈક્ષણિક પછાત મહિલા અનામત (2 ગામ) ગોરવા, જંત્રાલ
  • ​​​​​સામાજિક શૈક્ષણિક પછાત સામાન્ય અનામત (2 ગામ) કાલુ, કણભા,
  • સામાન્ય મહિલા અનામત (18ગામ) બોદાલ, ડભાસી, દહેવાણ, ચવા, દાદપુરા, દહેમી, દેદરડા, ગાજણા, કંકાપુરા, કસુંબાડ, ખાનપુર, ખેડાસા, કઠાણા, મોટીશેરડી, નામણ, નિસરાયા, પામોલ, સંતોકપુરા.
  • બિન અનામત સામાન્ય (19 ગામ) અલારસા, બદલપુર, બનેજડા, ભાદરણ, ભાદરણીયા, કાવિઠા, નાપાતળપદ, નાપાવાંટા, પીપળી, રાસ, રૂદેલ, સૈજપુર, સારોલ, સીંગલાવ, સિસ્વા, વહેરા, વાલવોડ, ઝારોલા, ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે.
અન્ય સમાચારો પણ છે...