ભારતમાં જી20 2023ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે બોરસદમાં વિશિષ્ટ સુવિધાઓ આપવાના ઉદેશ્ય સાથે ખાસ સોશિયલ મીડિયા સુવિધા શરૂ કરવામાં આવી છે. બોરસદના નગરજનોની જાહેર સુખાકારીને મહત્વ આપી કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના ડી સી પટેલના સહયોગથી વિશિષ્ટ રીતે વોટ્સએપ સુવિધાનો લાભ નગરજનો માટે શરૂ કરવામાં આવ્યો છે. જેમાંં પાલિકાના વહીવટદાર જય બારોટ, ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા પાલિકાના પૂર્વ પ્રમુખ આરતીબેન પટેલ સહિત ફાઉન્ડેશનના સભ્યો પાલિકાના પૂર્વ કાઉન્સિલરો હાજર રહ્યા હતા.
પાલિકાની વિવિધ સુખાકારી સુવિધાઓ જેવી કે ગટર, પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ સંબંધિત કોઈ પણ રજૂઆત કે સલાહ સુચન ફોટો સહિત સંબંધિત નંબર પર ખુબ સરળતાથી અને તાત્કાલિક મોકલી શકશે.પાલિકાના વિવિધ વિભાગોના અધિકૃત કર્મચારીઓ દ્વારા વહેલામાં વહેલી તકે વોટ્સએપ પર કરાયેલ રજુઆતોનો પ્રતિભાવ આપી યોગ્ય નિરાકરણ લાવવામાં આવનાર હોવાનું પાલિકાના વહીવટદાર જય બારોટ અને ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાઅે જણાવ્યું છે.
કયા નંબર પર મસેજ કરવો
વોટર સપ્લાયઃ 9484784004
ડ્રેનેજ : 9484784005
સેનેટરી : 9484784006
સ્ટ્રીટ લાઈટ ઃ 9484784007
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.