લોકોમાં રોષ:બોરસદમાં સફાઈ કર્મીઓની હડતાળથી કચરાના ઢગ જામ્યાં

બોરસદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી આપ્યા બાદ કામગીરી શરૂ ન કરી

બોરસદ નગરપાલિકાના સફાઈ કામદારોએ ગત 4 ઓગષ્ટના રોજ પગાર મુદ્દે નગરપાલિકામાં હોબાળો મચાવી દઈ ચીફ ઓફિસરને બાનમાં લીધા હતા અને પાલિકાના બન્ને તરફના ઝાપાને તાળાબંધી કરી દઈ ચીફ ઓફિસરને બહાર જતા અટકાવ્યા હતા.

આ ઘટનાને લઇ પોલીસ પણ દોડી આવી હતી અને સમજાવટ કરી હતી. પરંતુ સફાઈ કામદારો ટસના મસ થયા ન હતા અને સાંજે 6 વાગ્યા બાદ સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને જવા દીધા હતા અને તા.05/08/2022થી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી દીધી હતી સફાઈ કામદારોએ તહેવારો સામે છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પગાર કરવામાં આવતો નથી.

જેને લઇ શહેરમાં સફાઈની કામગીરી અટકાવી દીધી હતી અને સફાઈ કરવા ન જતા અને ટ્રેકટર પણ શહેરમાં કચેરીઓ લેવા ન ફરતા શહેરના તમામ વિસ્તારોમાં હાલ કચરા અને ગંદકીના ઢગ ખડકાઈ ગયા છે તેમાં પણ બે દિવસથી વરસાદી છાંટા પડતા કચરો કહોવાઈ રહ્યો છે અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેને લઇ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.છેલ્લા

બે દિવસની હડતાલના પગલે શહેર નરકાગારમાં ફેરવાઈ ગયો છે જેને લઇ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શનિવારે સફાઈ કામદારોને બોલાવીને તેઓના પગાર તૈયાર થઇ ગયેલ ચેક બતાવ્યો હતો અને બે જ દિવસમાં પગાર થઇ જશે તેમ જણાવ્યું હતું તેમ છતાં પણ સફાઈ કામદારોએ ચીફ ઓફિસરની સામે અન્ય માંગણીઓ મૂકી હતી.

જેમાં કામદારોના પેન્સન કરવા, કામદારોને બુટ અને કપડાં આપવામાં આવે તેમજ સફાઈ કામદારોનું મોત થાય તો તેના વારસદારને નોકરી પર રાખવામાં આવે તેવી માંગણી કરી હતી અને આ તમામ માંગણીઓ પુરી કર્યા બાદ જ સફાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેને લઇ ચીફ ઓફિસરે સફાઈ કામદારોના પેન્સનની બાંહેધરી આપી હતી તેમજ બુટ અને કપડાંનો ઠરાવ થઇ ગયેલ છે અને નજીકના સમયમાં કપડાં અને બુટ પણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

તહેવારો ટાણે સફાઈ ન થતાં લોકોમાં રોષ
બોરસદ નગરપાલિકામાં આજ દિન સુધી જેટલા પણ સફાઈ કામદારનું મરણ થયું છે તેના વારસદારોને નોકરી ઉપર રાખવામાં આવેલ છે અને અત્યારે કોઈ મરણ થયેલ નથી જેથી એ પ્રશ્ન ઉભો થતો તેમ ચીફ ઓફિસરે સફાઈ કામદારોને સમજાવ્યા હતા અને શહેરમાં ફેલાયેલ ગંદકી અને કચરાના ઢગ વહેલી તક સફાઈ કરવા જણાવ્યું હતું પરંતુ નગરપાલિકાની નાક દબાવવા ફરતા સફાઈ કામદારોએ આટલી બાંહેધરી અને પગારના ચેક બતાવ્યા બાદ પણ સફાઈ કામગીરીની શરૂઆત કરી નથી. જેથી તહેવારો સમયે કચરાના ઢગ રહેતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...