તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એટીએમનું લોકર તોડવાનો પ્રયાસ:રાસ એટીએમ તોડવાના બનાવમાં સદભાગ્યે 8.67 લાખ બચી ગયા

બોરસદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીના 8.84 લાખ હતા જેમાંથી 17 હજાર ગ્રાહકોએ ઉપાડ્યા હતા

બોરસદના રાસ ગામે આવેલી સેન્ટ્રલ બેંકનું એટીએમ ગુરૂવાર રાત્રે કોઇ અજાણ્યા શખસોએ એટીએમ તોડીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ સમયે એટીએમમાં 8.67 લાખ જેટલી રકમ હતી જે મુખ્ય લોકરના તૂટતાં બચી ગઇ હોવાનું આજની તપાસમાં ખૂલ્યું હતું. પોલીસ અને બેંક ઓથોરિટીની નિષ્કાળજીના કારણે એટીએમ તોડવાના બનાવો વધ્યા છે. અગાઉના મોટાભાગના બનાવો અનડિટેક્ટ છે.

બોરસદના રાસની હાઇસ્કૂલ સામે આવેલી સેન્ટ્રલ બેંકની બાજુમાં એટીએમ સેન્ટર આવેલું છે. ગુરૂવાર મધરાતે 2 થી 3 ના વાગ્યાના અરસામાં બે બુકાનીધારી શખસોએ એટીએમમાં ઘુસ્યા હતા અને એટીએમનું લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકર નહીં તુટતા તેમાં મુકેલા લાખો રૂપિયા બચી ગયા છે. એટીએમ નહી તૂટતાં તસ્કરોએ એટીએમ મશીનના રૂપિયા 15 હજારની કિંમતના ડિજીટલ ડાયલરની ચોરી કરી હતી.

બનાવ સમયે એટીએમમાં 8.67 લાખ હતા
રાસની સેન્ટ્રલ બેંકની બાજુમાં એટીએમ મુક્યું છે. ગુરૂવાર સુધી એટીએમમાં રૂ.8,84,600 રોકડ હોવાનું બેંકના સૂત્રોએ જણાવ્યું હતું. બનાવ પહેલા રૂ.17 હજાર જેટલા નાણાં ઉપાડ્યા હતા. જેથી ગુરૂવાર રાત્રે 8.67 લાખની મતા એટીએમના લોકરમાં હતી જે તમામ રકમ બચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...