તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની ઉદાસીનતા:બોરસદ બસ સ્ટેન્ડ પાછળ ગંદકીને લઇ સ્થાનિકોમાં રોગચાળાની ભીતી

બોરસદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડેપો મેનેજરને રજુઆત કરવા છતાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે

બોરસદ શહેરના બસ સ્ટેન્ડની પાછળ અસહ્ય કચરો ભેગો થતા અને સતત પાણીનો વેડફાટ થતા કચરામાં પાણી ભેગો થતા કચરો કહોવાઈ ગયેલ છે જેને લઇ અસહ્ય દુર્ગધ મારી રહી છે અને ગંદકીના કારણે મચ્છરો સહીતની જીવાંતનો ઉપદ્રવ થતા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગરાસિયાવાડ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ગંદકી અને મચ્છરોને લઇ રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ જોવા મળી રહી છે.

બોરસદના બસ સ્ટેન્ડ પાછળના ભાગને બસ સ્ટેન્ડના કર્મચારીઓ અને મુસાફરોએ કચરાપેટી બનાવી દીધેલ છે બસ સ્ટેન્ડ પાછળ કર્મચારીઓ અને મુસાફરો દ્વારા કચરો નાખતા કચરાના ઢગ ખડકાઈ ગયા છે. જેની આજ દિન સુધી સફાઈ કરવામાં આવેલ નથી વધુમાં અહીંયા આવેલ બસ સ્ટેન્ડના બોરકુવામાંથી ચોવીસ કલાક પાણીનો વેડફાટ થતો હોઈ કચરો અને પાણી ભેગો થતા કચરો કહોવાઈ ગયેલ છે જેને લઇ અસહ્ય દુર્ગધ પણ મારે છે અસહ્ય ગંદકી અને કચરાના ઢગને લઇ મચ્છરો સહીતની જીવાંતનો ઉપદ્વવ ખુબ જ વધી જવા પામ્યો છે જેને લઇ બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગરાસિયાવાડ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મચ્છરોને લઇ સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ પણ જોવા મળી રહી છે.

આ બાબતે સ્થાનિકો દ્વારા વાંરવાર બસ સ્ટેન્ડના મેનેજરને રજુઆત કરી હોવા છતાં કચરો સાફ કરવા માટે ઉદાસીનતા દાખવાઈ રહી છે જેને લઇ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બસ સ્ટેન્ડ પાછળની ગંદકી અને કચરાના ઢગને સાફ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો