તપાસ:બોરસદમાં અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો

બોરસદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદના યુનુસમહંમદ અલીહુસેન સૈયદ શનિવાર સાંજના સમયે પોતાનું એક્ટીવા રીપેરીંગ કરાવવા માટે વાસદ ચોકડીએ આવેલા ગેરેજે જતો હતો ત્યાં મોઈનમહંમદ ઉર્ફે ડોક્ટર મલેક, સલમાન ઉર્ફે જમાદાર, બબો ઉર્ફે ડ્રાયવર છરો લઈને તેમજ જહાંગીર ઈલ્યાસખાન પઠાણે હુમલો કરીને લોખંડની પાઇપ અને લાકડી યુનુસ મહંમદને મારમારીને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે .

અન્ય સમાચારો પણ છે...