તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બોરસદ-આણંદ જિલ્લામાં ઇકો કારના સાયલન્સર ચોરતી ટોળકી પુન: સક્રિય

બોરસદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ બાદ દાવોલ અને નિસરાયામાંથી સાયલેન્સરની ચોરીથી ફફડાટ

બોરસદ સહીત આણંદ જિલ્લામાં ગત વર્ષે સાયલેન્સર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. જેમાં રાત્રીના સુમારે ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરી ફરાર થઇ જતા હતાં. ત્યારે હવે એક વર્ષ બાદ પુનઃ ફરી ચોરો મેદાનમાં ઉતર્યા છે. અને ઇકો ગાડીના સાયલેન્સરની ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે બોરસદના દાવોલ અને નિસરાયા ગામે ઈકાે કારના સાયલેન્સર ચોરીના બનાવો પોલીસના ચોપડે નોંધાતા વાહન માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બોરસદના દાવોલ ગામે બસ સ્ટેન્ડ રોડ ઉપર જાદવ ટેકરા ફળિયામાં રહેતા વિજયકુમાર ભોઈનાઓએ પોતાની ઈકો કાર પોતાના ઘર નજીક પાર્ક કરી હતી. તે દરમિયાન ગત તા. 28મે થી 5 જુન દરમિયાન તસ્કરો ઈકો કારના સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેમજ બીજા બનાવમાં નીસરાયા ગામના ધર્મેન્દ્રકુમાર પટેલની ઈકો કારના સાઈલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે આ બંને બનાવ અંગેની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જિલ્લાભરમાં ઇકો ગાડીના સાયલેન્સર ચોરીને તરખાટ મચાવનાર ગેંગને આણંદ એલસીબી પોલીસે બોરસદની નીસરાયા ચોકડી પાસે વોચ ગોઠવી ઝડપી પાડી હતી.જો કે, તે સમયે બે વ્યક્તિ ફરાર થવામાં સફળ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...