બોરસદની આણંદ ચોકડીથી વાસદ ચોકડી સુધીનો માર્ગ અકસ્માત જોન તરીકે ઓળખાય છે અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે શહેરને ધોરીમાર્ગ સાથે જોડતી આણંદ અને વાસદ ચોકડી વિસ્તારમાં દબાણોને લઇ ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે તંત્ર દ્વારા આ દબાણો હટાવવામાં કોઈ જ રસ રાખવામાં આવ્યો નથી .
બોરસદની આણંદ ચોકડીની વાત કરવામાં આવે તો તારાપુર-આણંદ અને વાસદ તરફ જવાના માર્ગ પર રસ્તા પર જ પિયાગો અને સીએનજી રીક્ષાઓ આડેધડ મુકવામાં આવતી હોય છે જેને લઇ માર્ગ સાંકળો થઇ જતો હોય છે અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને વાહનોને લઇ જવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ તંત્ર દ્વારા આણંદ ચોકડી પર પોલીસ જમાદાર તૈનાત કરવામાં આવ્યા છે.
પરંતુ ટ્રાફિક જમાદાર પણ રીક્ષાચાલકોને કઈ જ કહી શકતા ન હોવાનું જોવા મળે છે અને પોલીસની ઢીલીનીતિને કારણે રીક્ષાચાલકો બેફામ બન્યા છે રીક્ષાચાલકો રીક્ષાઓને રસ્તા પર મૂકી ટ્રાફિકને અડચડ કરતા હોય છે ત્યારે જો કોઈ વાહનચાલક રીક્ષાને બાજુ પર લેવાનું કહે તો રીક્ષાચાલકો દાદાગીરી પર ઉતરી આવતા હોય છે અને બોલાચાલી તેમજ મારામારી પણ કરતા હોય છે.દરરોજ રીક્ષાઓ રસ્તા પર રહેતી હોઈ અહીંયા ટ્રાફિકજામની સમસ્યા કાયમ સર્જાતી હોય છે જેને લઇ અકસ્માતો પણ સર્જાતા હોય છે.તેમજ ચોકડી પાસેના રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ બનાવેલ છે.
તેની પર પણ દુકાનો અને લારીઓ ગોઠવી ફૂટપાથ પર કબ્જો જમાવી દેવામાં આવ્યો છે કેટલાક તો પાકા દબાણો પણ ખડકાઈ ગયા છે જેને લઇ હાઇવે ઉપર નાછૂટકે રાહદારીઓને રસ્તા ઉપર થઇ પસાર થવું પડે છે જેમાં અનેકવાર વાહનો રાહદારીઓને અડફેટે લેતા હોવાના બનાવો પણ બને છે જેને લઇ અનેક નિર્દોષ લોકોના હાથ પગ ભાગે છે અને કેટલાક કિસ્સામાં તો મરણ પણ થાય છે ત્યારે આણંદ ચોકડી ઉપરના દબાણો અને રસ્તા વચ્ચે ઉભી રહેતી લારીઓ અને રિક્ષાચાલકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વાસદ ચોકડી વિસ્તારમાં અનેકવાર અકસ્માતોમાં નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે ત્યારે શહેરની બન્ને ચોકડી ઉપરના દબાણો દૂર કરી આડેધડ રીક્ષાઓ મૂકી દેનાર રિક્ષાચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.