સહાય:બોરસદમાં નવરાત્રિ મહોત્સવ ન ઉજવીને દાતાઓના દાનથી એમ્બ્યુલન્સ વસાવાશે

બોરસદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં જુના કપડા એકત્ર કરી ગરીબોને વિતરણ કરી માતાજીના પર્વની ઉજવણી કરાશે

બોરસદમાં છેલ્લા 14 વર્ષીથી નવરાત્રિપર્વની ધામધૂમથી ઉજવણી કરાય છે. આ વખતે કોરોના મહામારીને લઇને સંક્રમણ ના ફેલાય તે માટે કમલમ ગરબા ગ્રૃપ દ્વારા નવરાત્રિનું આયોજન મુલતવી રખાયું છે. આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાઘના અનોખી રીતે કરવાનું મંડળે વિચારયું છે. નવરાત્રિમાં ઘેર ઘેર ફરીને જૂના કપડાં એકત્ર કરીને ગરીબોને વિતરણ કરાશે.જયારે દાતાઓ પાસેથી દાન લઇને શહેરની જનતા બિમારી ટાંણે એમ્બ્યુલન્સ વાન મળી રહે તે માટે દાનમાં એમ્બ્યુલન્સ વાન વસાવી શહેરની જનતાને અર્પણ કરીને નવરાત્રિ પર્વની ઉજવણી કરાશે.

બોરસદ કમલમ ગરબા ગ્રુપના આયોજક ડી.સી પટેલએ જણાવ્યું હતું કે અમો છેલ્લા 14 વર્ષથી ગાંધીગંજ ખાતે નવરાત્રીનું આયોજન કરીયે છીએ પરંતુ આ વર્ષે કરોના વાયરસને ધ્યાને રાખી ગરબાનું મોટાપાયે આયોજન મુલતવી રાખવામાં આવ્યો છે.અને માતાજીની દર વર્ષની જેમાં સ્થાપના કરી આરતી કરાશે. કોરોનાને ધ્યાનમાં રાખી નવરાત્રી મુલતવી રાખેલ હોય આયોજકો દ્વારા નવરાત્રીના નવ દિવસ એક સ્થળ પર જુના કપડાં એકત્રિત કરવાનું આયોજન કરાયું છે જે જુના કપડાં દિવાળી સમયે જરૂરિયાતમંદ વ્યક્તિઓને પહોંચાડાશે. તદુપરાંત ચાલુ સાલે નવરાત્રીનું ખર્ચ કરવામાં આવનાર ના હોઈ જેને ધ્યાનમાં લઇ આયોજકો દ્વારા અમુક દાતાઓ પાસેથી દાનની રકમ લઈને તે રૂપિયાનું એક એમ્બ્યુલન્સ લાવવાનું વિચાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...