આવેદન:બોરસદના કંકાપુરા ગામે મહી પર પુલ બનાવવા માંગ

બોરસદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપુત યુવા સંગઠન-મહાકાલ સેના દ્વારા આવેદન

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગામ ખાતે આઝાદીની ચળવળ દરમ્યાન વર્ષ 1930ના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીએ રાત્રી રોકાણ કર્યું હતું ત્યારબાદ બીજા દિવસે પગપાળા મહીસાગર નદી ઓળંગીને ભરૂચ જિલ્લાના કારેલી ગામ સુધી પહોંચવા માટે 8 થી 10 કિલોમીટર અંતર કાપ્યું હતું. દાંડી પૂલની 75મી વરસી દરમિયાન તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા દાંડી પુલ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ આજદિન સુધી દાંડી પુલનું નિર્માણ કરવામાં ના આવતાં ખુબજ મુશ્કેલ સમસ્યાનો સામનો કંકાપુરા વિસ્તારમાં વસવાટ કરતા પ્રજાજનો કરી રહ્યા છે. જેથી કંકાપુરા પંથકના પ્રજાજનો તેમજ નોકરિયાત વર્ગ દ્વારા મહી નદી પર પુલ બનાવવા માટે માગણી કરવામાં આવી છે. મહી નદીના પુલના અભાવે ખુબ જ હાલાકી ભોગવી રહેલ ગ્રામજનો દ્વારા છેલ્લા 25 વર્ષથી દાંડી પુલ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.

તેમજ ગાંધી સ્મૃતિ સ્થળ પર રામધુન અને માનવસાંકળ જેવા કાર્યક્રમ સહિત અનેકવાર કાર્યક્રમો કરવામાં આવ્યા છે. પરંતુ દાંડી પુલનું નિર્માણ હજુ શરૂ થયું નથી જેથી ગુરુવારે કંકાપુરા થી કારેલી સુધીના દાંડી પુલ નિર્માણ માટે રાજપૂત યુવા સંગઠન બોરસદ અને શ્રી મહાકાલ સેના બોરસદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી બોરસદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ સૂત્રોચ્ચાર સાથે પુલ બનાવવા માટે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...