તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના સંક્રમણ અટકાવવા બોરસદમાં બગીચા બંધ, 15 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય

બોરસદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસનુ સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. લોકો મહામારીનો ભોગ બની રહ્યા છે. આણંદ જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આણંદ જિલ્લાના ઘણાં બધા વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં લાવવામાં આવી રહ્યું છે.

બોરસદ પાલિકા વિસ્તારમાં પણ કોરોના મહામારીનો ભોગ નાગરિકો બની રહ્યા છે. જેથી બોરસદના નગરજનોના જાહેર હિતમાં સંક્રમણની શક્યતા ધરાવતા બાગબગીચાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ૧૫મી એપ્રિલ સુધી શહેરમાં નગરપાલિકા સંચાલનમાં આવેલા બાગબગીચા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવનાર છે. જાહેર જનતા જોગ જાણકારી આપતી નોટીસ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.

બોરસદમાં બગીચાઓમા મુખ્યત્વે વયોવૃધ્ધ અને બાળકો સાંજના સમયે આવતા હોય છે. આ મહામારીના કપરા કાળમાં વયોવૃધ્ધ અને બાળકો જ વિશેષ સંક્રમિત થતા હોય છે. જેથી આવા સ્થળે અવર જવર‌ અટકાવવા માટે એક પખવાડિયા માટે બાગબગીચા અવર જવર માટે પ્રતિબંધિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો