ટૂંકમાં ભેદ ઉકેલાય તેવી વકી:કંસારીની મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા 100થી વધુની ઉલટ તપાસ

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • FSL રિપોર્ટની જોવાતી રાહઃ ટૂંકમાં ભેદ ઉકેલાય તેવી વકી

બોરસદ-રાસ માર્ગ પર કેજી ચોકડી નજીક આવેલી ખેતરની બાજુમાં ઝાડી ઝાખરાંમાંથી કંસારીની મહિલાની ડિકમ્પોઝ્ડ થયેલી નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં પોલીસ તપાસ બાદ આખરે મહિલાનું ગળ‌ું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું હતું.

જેને પગલે પોલીસ દ્વારા છેલ્લાં વીસેક દિવસ દરમિયાન 100થી વધુ શકમંદોને પોલીસ સ્ટેશન બોલાવીને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. જોકે, આગામી ટૂંક સમયમાં હત્યા પરથી પરદો ઊંચકાય તેવી સંભાવના છે. જોકે, સમગ્ર મામલે હાલમાં એફએસએલ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બોરસદથી રાસ તરફ જવાના માર્ગ ઉપર કેજી ચોકડી નજીક જમણી સાઇડે રોડ અને ખેતરની વચ્ચેના ઝાડી ઝાંખરામાંથી જયાબેન પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નગ્ન હાલતમાં હતો. વધુમાં તે એટલી હદ સુધી ડિકમ્પોઝ્ડ થઈ ગયો હતો કે તેને ઓળખવો પણ મુશ્કેલ હતો. પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અને તબીબી પરીક્ષણ બાદ મહિલાની ગળું દબાવી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ દ્વારા સમગ્ર બનાવની ઝીણવટભરી તપાસ કરી હતી.

જેમાં તે જ્યાં રહેતી હતી ત્યાંથી તે હંમેશા રીક્ષામાં જ અવર-જવર કરતી હતી. પોલીસ દ્વારા તેના પૂર્વ અને વર્તમાન પતિ ઉપરાંત તેમના સગાં-વહાલાં અને પરિવારજનો તેમજ તેના જે પણ વ્યક્તિઓ પરિચયમાં હતા તે તમામ સહિત કુલ 100થી વધુ લોકોની સઘન પૂછપરછ કરી છે.

અન્ય સમાચારો પણ છે...