તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:બોરસદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ચેરમેન - સભ્યોની વરણી, કારોબારીમાં 9 અને સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યો

બોરસદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બોરસદ તાલુકા પંચાયતની સામાન્ય સભા પંચાયત હોલ ખાતે નવ નિયુક્ત તાલુકા પ્રમુખ ધરમદેવસિહ ડાભીની અધ્યક્ષતામાં આજરોજ મળી હતી. સામાન્ય સભામાં એજન્ડા મુજબના અન્ય કામોની સાથે સાથે અગત્યની બે સમીતીઓની રચના કરવામાં આવી હતી.

કારોબારી સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે કણભા બેઠકના અરવિંદભાઈ ઠાકોર, જ્યારે સભ્યપદે વિદ્યાબેન ઝાલા કોઠીયાખાડ, રમેશભાઈ સોલંકી દેદરડા, સરોજબેન જાદવ સારોલ, વનરાજસિંહ પરમાર કાંધરોટી, નિલુબેન ગોહેલ પામોલ, રમણભાઈ જાદવ બોદાલ, ચીમનભાઈ પરમાર જંત્રાલ, મિહિર પટેલ ઝારોલાનો સમાવેશ કરાયો છે. સામાજીક ન્યાય સમિતિમાં ચેરમેન તરીકે કાવીઠાના મધુબેન મકવાણા, જ્યારે સભ્યપદે રેખાબેન મકવાણા ભાદરણ નિમણૂક કરી છે. જ્યારે કો ઓપ્ટ સભ્યો તરીકે રમણભાઈ રોહિત નાપા, પારુલ બેન સુભાષભાઈ પરમાર અને કાન્તીભાઈ હરીજન વાસણા (બો)નો સમાવેશ કરાયો છે. બન્ને સમિતિઓની રચનામાં સમાવેશ પામેલ તમામ સભ્યોને બોરસદ તા. ભાજપ પ્રમુખ વિજયસિંહ રાજ, મહામંત્રી અશોકભાઈ ઠાકોર, શૈલેશભાઈ પટેલ વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો