તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દારૂના કટીંગ સમયે પોલીસની એન્ટ્રી પણ મુખ્ય સુત્રધારો છૂ, બોરસદ પોલીસે 1.11 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો

બોરસદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બોરસદ તાલુકાના ડભાસીમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી હતી. જોકે, અંધારાનો લાભ લઈ ચાર પૈકી બે શખ્સ ફરાર થઈ ગયા હતા. ફરાર બે શખ્સ જ મુખ્ય સુત્રધાર હતા. જ્યારે સગીર સહિત બે ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 1.11 લાખની કિંમતનો 21 પેટી વિદેશી દારૂ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.ડભાસીમાં રહેતા સુરેશ ધુળા પટેલ અને વિજય ઉર્ફે પીન્ટો કાંતિ સોલંકી છેલ્લાં કેટલાંય સમયથી વિદેશી દારૂ લાવી વેચી રહ્યા હોવાની ચોક્કસ બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસને મળી હતી.

દરમિયાન, મોટી માત્રામાં જથ્થો ડભાસી સ્થિત સુરેશ પટેલના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં લાવ્યા હોવાની અને રાત્રિના સમયે કટીંગ કરવાના હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેને પગલે પીઆઈ પી.બી. જાદવ અને તેમની ટીમ દ્વારા રાત્રિના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોતાંવેત જ નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે ચાર પૈકી બે શખ્સ સાજીદખાન ઉર્ફે અરબડી ડોશુખાન બસીરખાન પઠાણ (રહે. પેટલાદ) અને બોરસદના એક સગીરને ઝડપી પાડ્યો હતો. પરંતુ મુખ્ય સુત્રધાર સુરેશ અને વિજય જ પકડાયા નહોતા. પોલીસે સમગ્ર બનાવમાં ચારેય શખ્સ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી રૂપિયા 1.11 લાખનો 21 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...