હત્યા કેસ:ભાદરણ હત્યા કેસમાં ઝડપાયેલા બે શકમંદની પૂછપરછ કરે તે પહેલાં છૂ

બોરસદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સિક્યોરીટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હોવાનો દાવો કર્યો

ભાદરણ ગામે રહેતા એનઆરઆઈ ઠાકોરભાઈ પટેલના બંગલામાં વર્ષોથી ખેતર અને ઘરની રખેવાળી કરતા રમતુભાઈ ભોઈની ગત 6 સપ્ટેમ્બરે રાત્રિના સમયે કોઈ શખ્સોએ હત્યા કરી નાંખી હતી. સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના ગામોના શંકાસ્પદ ઈસમો સહિત દરેક એન્ગલ ઉપર તપાસ કરી હતી. જેમાં બે આરોપીઓ ગોપાલ અને ડન્કી નામના બે ઈસમોની સંડોવણી હોવાનું ખૂલતાં જ પોલીસે બંનેને કેશોદ ખાતેથી ઝડપી પાડ્યા હતા. બંનેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસ પૂછપરછ કરે તે પહેલાં જ બંને જણાં પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે ભાદરણ પોલીસ મથકમાંથી બે આરોપી ભાગી ગયા હોવાનું અને પોલીસ દ્વારા તેમાથી એક આરોપી જે ઈગ્લિંશ મીડીયમ સ્કુલ તરફ ભાગ્યો હતો તેને તાત્કાલિક પોલીસે પકડી પાડ્યો હતો. જોકે, બીજો આરોપી હાલ વોન્ટેડ છે. સમગ્ર બનાવની જાણ આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણને થતાં તેઓ તુરંત જ ભાદરણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસે સમગ્ર ગુનો ઉકેલી કાઢ્યો છે. કુલ પાંચ શખસોની સંડોવણી ખુલી છે. જેમાં બે લોકલ છે જ્યારે બાકીના ત્રણ આસપાસના વિસ્તારના છે. તેઓએ એનઆરઆઈનું ઘર હોય કંઈક મળશે તેમ માનીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિક્યોરીટી ગાર્ડ જાગી જતાં તેની હત્યા કરી નાંખી હતી.

અન્ય સમાચારો પણ છે...