વહેપારીઓની મીટિંગ:બોરસદ શહેરની બહાર દારૂખાનાની દુકાનો રખાશે

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ શહેરમાં પાલિકામાં દારુખાનાના વહેપારીઓની મીટિંગ મળી હતી. જેમાં દારૂખાનાના વેચાણમાં હિન્દૂ સમાજના દેવી દેવતાઓના પોસ્ટર ફોટો વાળા ફટાકડા નહિ વેચવા તાકીદ કરવામાં આવી છે. તેમજ પાલિકા દ્વારા જાનહાનીના થાય તે માટે દિવાળી પૂરતી દુકાનોના સ્ટોલ શહેરની બહાર એક જગ્યાએ કરવા સૂચવ્યું છે.

બોરસદમાં રહેણાંક વિસ્તાર એવા ટાઉન હોલ,નવી શાક માર્કેટ,મીઠાની ઘંટી પાસે, પાંજરા પોળ પાસે અને ભોભાફળી રોડ ઉપર મકાનોની અંદર જ દારૂખાનાની દુકાનો બનાવી વર્ષોથી વેચાણ કરવામાં આવે છે. બોરસદ નગરપાલિકામાં બોરસદ શહેરમાં દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ આરતી પટેલ દ્વારા આવનાર દિવાળીના તહેવારોમાં હિંદુ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ કરવું નહીં તેવી સુચના આપવામાં આવી હતી. આ મીટીંગમાં કાઉન્સિલરો,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિંદુ પરિષદમાથી ડો બ્રીજેશભાઇ પટેલ,મેહુલકુમાર પટેલ તથા બોરસદ દારૂખાનું એસોસિએશનના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જાનહાની ટાળવા શહેરની બહાર સ્ટોલ કરવા
બોરસદ નગરપાલિકા ખાતે મળેલ બેઠકમાં પાલિકા પ્રમુખ આરતીબેન પટેલએ ઉપસ્થિત વહેપારીઓને જણાવ્યું હતું કે ભૂતકાળમાં આગની ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયેલ છે ત્યારે ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને નહીં તે માટે શહેરના રહેણાંક વિસ્તારમાંથી દિવાળી પૂરતી દુકાનો ના ઝાકલી તળાવમાં વ્યવસ્થા કરીને લઇ જવા વિંનતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...