જાહેરનામું:બોરસદ અને પેટલાદની 130થી વધુ પોળ, સોસાયટી અને ફળિયામાં અશાંતધારો લાગુ

બોરસદ, પેટલાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી વર્ષ પહેલા માગ થઇ હતી, અાખરે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
  • ​​​​​​​ધારો અાગામી 5 વર્ષ સુધી અમલી રહેશે : મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી લેવી પડશે

બોરસદ અને પેટલાદના 130થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાયો છે. સરકાર દ્વારા અા અંગે સોમવારે જાહેરનામંુ પ્રસિધ્ધ કરાયુ છે. બોરસદ અને પેટલાદ શહેર વર્ષોથી અતિ સંવેદનશીલ સમાવેશ છે. ત્યારે હિન્દુ સમાજ દ્વારા 2020માં અંશાત ધારો લાગુ કરવાની માંગ સાથે રેલી સહિત કાર્યક્રમો બોરસદ શહેરમાં યોજવામાં આવ્યાં હતાં. તે વાતને અઢી વર્ષ થઇ ગયા. તેમ છતાં અંશાત ધારો લાગુ કરવા માટે કોઇ જ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવતી ન હતી. અાખરે બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.

જેને લઇને અનેક તર્ક વિર્તક થઇ રહ્યાં છે. બોરસદ શહેરમાં 40થી વધુ વિસ્તારમાં આગામી 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો છે. આ કાયદા અંતર્ગત પ્રતિબંધિત સ્થાવર મિલકતોની ખરીદી-વેચાણ જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરીને આધીન રહેશેબોરસદ શહેરમાં લાંબા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી હતી જેમાં 2020માં ફેબ્રુઆરી માસમાં જૈન સમાજ અને હિન્દૂ સમાજ દ્વારા શહેરના ચોક્કસ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી અને શહેરને સજ્જડ બંધ રાખી રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરતુ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.

શહેરમાં અશાંત ધારો લાગુ કરવા પૂર્વ પાલિકા પ્રમુખે રજૂઆત કરી હતી
બોરસદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જૈન સમાજ દ્વારા 03/02/2020ના રોજ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ 10/02/2020ના રોજ હિન્દુ સમાજે બંધ પાળીને વિરોધ નોંધાવી રેલી કાઢી અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે પૂર્વ પાલિકા પ્રમુખ આરતીબેન પટેલએ 05/04/2021ના રોજ સરકારમાં લેખિત રજુઆત કરી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી ત્યારે સરકારે કોમી એકતા જળવાઈ રહે અને કોઈ ધાક ધમકીથી મિલ્કત પચાવી ના પાડે અને લોકોને સુરક્ષા મળી રહે તે માટે શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.

પેટલાદમાં અા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ
પેટલાદ શહેરમાં કાલકા મંદિરના શેરપુરા, ભોઇવાડા, કાંજીપુરાની વાડી, પ્રજાપતિની ધર્મશાળા,રાણા સમાજની વાડી, રાના ચોક, થારવાવાડ,વ્યાસવાડા નાકા, પાથરવાડા, દિપક શેરી, જામફળિયાથી ખાંચો, હરિસિદ્ધિ મંદિરવાળી ચાલી, લીંબાકુંઇ, વહોરવાડ , ગોલવાડ, ઉંચી શેરી, કાછીયાવાડ, કુંભારવાડા, ગોકુલનગર, કૃષ્ણાનગર, અંબિકા નગર, કાજીપુરા, રણછોડજી મંદિર ફળિયા, રબારીવાસ મલાવ, રોહિતવાસથી ખંભાત ભાગોળ, શેંખડી રોડ, ગોસાઇનું મંદિર સહિત 60થી વધુ વિસ્તારમોમાં 15 ઓક્ટોબર 2022થી 14 ઓક્ટોબર 2027 સુધી આગામી પાંચ વર્ષ માટે અશાંત ધારા હેઠળ સ્થાયી પ્રોપર્ટીના ટ્રાન્સફર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.આ કાયદા અંતર્ગત પ્રતિબંધિત સ્થાવર મિલકતોની ખરીદી વેચાણ જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરીને આધીન રહેશે.

બોરસદના અશાંતધારાગ્રસ્ત વિસ્તારો
બોરસદ શહેરના ગાંધીપોળ અને ચોક્સી પોળ,રોહિત વાસ,વણકરવાસ,વાધરી વાસ, ફતેપુરા, સાકરિયા ટેકરો, ગુંદીવાળો ફળિયું, જેતીવાવાડ, વાવડી મહોલ્લા, લાયબ્રેરી પાછળ, જૂની કોર્ટ વિસ્તાર, ફુવાર ચોક, વહેરાઇ માતફળિયું, આદિનાથ રોડ, કાશીપુરા,દલવાડી વાળો, તંબોળી ખડકી, જૈન દેરાસરની ખડકી,જૈન દેરાસર, ઉર્દુ સ્કૂલ પાસે, રાવલ ફળિયું, વાળંદ ખડકી, રામ પરબડી, કાશીપુરા સહિત 70થી વધુ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...