તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:બોરસદ ઝાકલી તળાવ પાસે વરસાદી કાંસ પૂરી દેવાતા સ્થાનિકોમાં રોષ

બોરસદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર કચેરીમાં વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય : કલેકટરને રજૂઆત

બોરસદ ઝાકલી તળાવ પાસે આવેલી રબારી કોલોની નજીક વરસાદી કાંસ પાસે કેટલાક તત્વો દ્વારા ગાયો ભેંસોનો તબેલો બનાવી દબાણ કરતાં કાંસ પુરાઇ જવા પામી હતી. જેને લઈને વરસાદી પાણી આસ-પાસની સોસાયટીમાં ઘુસી જાય છે. જે અંગે વારંવાર રજુઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા કાર્યવાહિ ન કરાતા રહિશો રોષની લાગણી પ્રર્વતિ રહી છે. બોરસદ પાંચ નાળાથી મર્કન્ટાઈલ બેન્ક તરફ વરસાદી પાણીના નિકાલ માટેનો કાંસ આવેલો છે.

તેની નજીક ઝાકલી તળાવ રબારી કોલોની પાસે સ્થાનિક રહીશો દ્વારા ગાયો ભેંસો બાધી મોટો તબેલો બનાવ્યો છે. જેથી વરસાદી પાણીનો નિકાલ રૂંધાયો છે. ત્યારે આ બાબતે સ્થાનિક રહીશ ગોપાલભાઈ રબારી દ્વારા આ બાબતે છેલ્લા 3 મહિનામાં બોરસદ નગરપાલિકા મામલતદાર અને પ્રાંત અધિકારીને 20 થી વધુ વખત લેખિતમાં અરજી કર્યા બાદ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન લાવતા હવે અરજદાર દ્વારા આ બાબતે જિલ્લા કલેકટરને અરજી કરી ન્યાય અપાવવા માટે માગણી કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે,દબાણ કરતા માથાભારે વ્યક્તિ હોય સ્થાનિક રાજકારણનો તેને મોટો સપોર્ટ હોય કોઈ અધિકારીઓ આ દબાણ હટાવવા કે જોવા પણ આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...