તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગરિકો હેરાન-પરેશાન:કાંસની સફાઈ બાદ કચરો માર્ગ પર જ ઠલવાયો

બોરસદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદમાં રસ્તા પર કાદવકીચડ અને અસહ્ય દુર્ગંધથી સ્થાનિક નાગરિકો હેરાન-પરેશાન

બોરસદનો વરસાદી પાણીનો કાંસમાં છેલ્લા લાંબા સમયથી જંગલી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતાં. અને આગામી ચોમાસામાં વરસાદી પાણી અવરોધાય તેવી સ્થિતિ જોવા મળતી હતી ત્યારે કાંસ વિભાગએ પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત કાંસને સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી. કાંસ વિભાગ દ્વારા જેસીબી મશીનથી સૂર્યમંદિર પાંચનાળાથી બસ સ્ટેન્ડ, મર્કન્ટાઈલ બેન્ક સુધીના કાંસની સફાઈ કામ ધરવામાં આવ્યું હતું.

પરંતુ કાંસમાં ઊગેલ જંગલી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા અને કાંસમાં જમા થયેલ કાદવ કીચડને કાંસની ધાર ઉપર જ નાખવામાં આવ્યું હતું. જેને લઇ રસ્તા પર પણ કાદવ કીચડ પ્રસરી જવા પામ્યો છે. જેને લઇ આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો અને આ માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો વારો આવ્યો છે. દર વર્ષે કાંસ વિભાગ દ્વારા કાંસની સફાઈના નામે માત્ર વેઠ ઉતારવામાં આવે છે. કાંસનો કચરો અને કાદવ સાફ કર્યા બાદ તેને અન્યત્ર જગ્યાએ ખસેડવાના બદલે તે જ સ્થળ પર ઠાલવી દેવામાં આવતા દર વર્ષે કરવામાં આવતી કામગીરી પાછળ કરવામાં આવતો ખર્ચ પાણીમાં જતો હોય છે.જેને લઇ કાંસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે.

બોરસદનો પેટી કાંસ તો આજ દિન સુધી સાફ જ કરવામાં આવ્યો નથી.
બોરસદ સૂર્યમંદિરથી ખાડા સુધી વરસાદી પાણીનો કાંસ ખુલ્લો છે જયારે મર્કન્ટાઈલ બેંકથી શાક માર્કેટ સુધી પેટી કાંસ કરવામાં આવેલ છે જે વર્ષો અગાઉ તૈયાર કરાયો હતો.જે આજ દિન સુધી સાફ જ કરવામાં આવ્યો નથી.જેને લઇ ભારે વરસાદમાં વરસાદી પાણી આગળ જતું નથી. જેને લઈને કાંસની આસપાસની સોસા.ઓમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે કાંસ વિભાગ દ્વારા માત્ર ખુલ્લા કાંસને જ સાફ કરી સંતોષ માનવામાં આવે છે અને આગળ જતા પેટી કાંસને સાફ કરવામાં ન આવતા પાણી અવરોધાય છે

અન્ય સમાચારો પણ છે...