તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:થર્મલ પવાર સ્ટેશનની બાજુમાં 10 ફુટ લાંબો અજગર ઝડપાયો

બોરસદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NGO એ અજગરને રેસ્કયુ કરી વન વિભાગને સોંપ્યો

ધુવારણ ગામમાં થર્મલ પવાર સ્ટેશનની બાજુમાં રહેતા માછીમાર ભાઈઓના ઘર પાસે ગત રાત્રે એક વિશાળ 10 ફૂટ લાંબો અજગર જોવા મળતા ભય નો મોહોલ સર્જાયો હતો. જાગૃત નાગરિક દ્વ્રારા દયા ફાઉન્ડેશન રેસ્ક્યુ ટીમ બોરસદ અને કરમસદ રેસ્કીયુ કરીને અજગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હવાલે કરવામાં આવ્યો હતો. .

થર્મલ પવાર સ્ટેશનની નજીક રહેણાંક વિસ્તારમાં 10 ફુટ લાંબો અજગર ધસી આવ્યો હતો. જે ગ્રામજનોએ વિશાળકાય અજગર જોતા ગભરાટ વ્યાપી ગયો હતો.ગ્રામજનો દ્વારા વન વિભાગ સહિત દયા ફાઉન્ડેશનની ટીમને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ દયા ફાઉન્ડેશનની ટીમના સભ્યો અડધા કલાકની ભારે જહેમત બાદ વિશાળકાય અજગરને પકડી પાડયો હતો. તેને વન વિભાગને સોંપ્યો હતો. વન વિભાગ દ્વારા તેને સુરક્ષિત સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...