તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડભાસીમાં ચક્કાજામ કરનાર 86ને ઝડપી જેલમાં ધકેલાયા, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

બોરસદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોરસદ ડભાસી હાઇવે પર શનિવારે ગ્રામજનો દ્વારા ગરનાળા બનાવવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે 86 જેટલા ઈસમોની અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે. એએસઆઈ ઘનશ્યામભાઈએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ડભાસી-બોચાસણ વચ્ચે બગોદરા હાઈવે ઉપર ટોલનાકુ બનાવવાની કામગીરી ચાલુ છે આ દરમિયાન ડભાસી ગામની સીમમાં જવા માટે નાળુ મુકવા અંગે ગામના આગેવાન ઋષીકેશભાઈ પરષોત્તમભાઈ પટેલ તથા ગામ લોકોએ શનિવારે સવારે 10 વાગે ગામના બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કર્યું હતું.

પોલીસ અધિકારીઓ વારંવાર આ લોકોને રસ્તાઓ પરથી હટી જવા અનુરોધ કરતા હતા ત્યારે ટોળાના લોકોએ હુરીયો બોલાવાનું શરુ કર્યું હતું. તેમજ અેકા અેક પથ્થરારો શરુ કર્યો હતો. જેમાં એએસઆઈ ઘનસ્યામભાઈને ડાબા હાથે પથ્થર વાંગતા ફેકચર થઈ ગયું હતું. આ ઉપરાંત પેટલાદ ટાઉનના પીએસઆઈ ડી. એચ. મકવાણાને માથામાં ગંભીર ઈજા થઈ હતી.ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ડીવાયએસપીને જાણ કરતાં વધુ બંદોબસ્ત મોકલવામાં આવ્યો હતો. જે આવતા જ કોર્ડન કરીને ટોળામાંથી 86 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેઓને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ દ્વારા તેઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા બોરસદ પોલીસ દ્વારા તમામ 86 આરોપીઓને બિલોદરા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો