તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાના વેરા બાકી:બોરસદ શહેરની 8 સરકારી કચેરીઓ પાલિકાની લેણદાર

બોરસદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 47 લાખથી વધુ વેરો બાકી હોવાથી સ્મૃતિપત્રો પાઠવ્યા

બોરસદ પાલિકા હદ વિસ્તારમાં આવતી સરકારી કચેરીઓ દ્વારા પાલિકાના વેરા ભરવામાં નિરસતાં દાખવતા નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રાદેશિક કમિશનરને લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે બોરસદ ન.પાલિકા હદ વિસ્તારની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી,પોલીસ લાઈન કચેરી,વિગેરે કચેરીઓના ચાલુ માસ ફેબ્રુઆરી -2021 સુધી કુલ લેણા રૂ.47,51,681.00ની રકમ બાકી પડતી હોવાથી પાલિકા દ્વારા વારંવાર દર વર્ષે નોટિસો આપવામાં આવે છે છતાં સરકારી કચેરીઓના બાબુઓ દ્વારા વેરા ભરપાઈ કરવા કોઈ રસ દાખવવામાં આવતો નથી.

બોરસદ તાલુકા પંચાયત કચેરી,મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, પીડબ્લ્યુડી વિભાગ સહીતની સરકારી કચેરીઓ દ્વારા સરકારી વેરો ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. વારંવાર મૌખિક-લેખિત જાણ કરવા છતાં સરકારી અમલદારો જ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. 1587567 /- રૂ પોલીસ સ્ટેશન, 358107 /- રૂ મામલતદાર કચેરી, 1234408 /-રૂ તાલુકા પંચાયત કચેરી, 159338 /- રૂ પીડબ્લ્યુડી, 47532 /-રૂ તાલુકા હોમગાર્ડ કચેરી જૂની કોર્ટ, 166505 /- રૂ મદદનીશ ખેતી નિયામક કચેરી, 1020160 /- રૂ શિક્ષણ વિભાગ, 178064 /- રૂ ભારત સંચાર નિગમ કુલ આઠ સરકારી કચેરીઓના રૂા. 4751681 બાકી હોવાથી તમામ સરકારી કચેરીઓને બાકી પડતી નાણાની રકમ ભરી જવા જણાવ્યુ હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો