ખંડેરમાં ફેરવાયા:આંકલાવમાં 336 આવાસોનું કામ 5 વર્ષે અધુરું, મકાનો ખંડેરમાં ફેરવાયા

આંકલાવ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરત પ્રમાણે કામ ન કરતાં નાણાં ન અપાતાં કોન્ટ્રાકટરે કામ પડતું મૂક્યું

આંકલાવ પાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ સંકલિત આવાસ અને ગંદા વિસ્તાર કાર્યક્રમ અન્વયે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ સુવિધા યોજના હેઠળ વર્ષ 2013-14 માં આંકલાવની ઈન્દીરા કોલોની અને જેમૂડી વિસ્તારમાં આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે 336 આવાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાકટરને તંત્રએ નાંણા ચુકવવાનું બંધ કરતાં કામ પડતું મુકી દીધું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

આવાસ યોજનામાં 416 લાભાર્થીઓ ફોર્મ ભર્યા હતા પરંતુ આવાસમાં થયેલા ભ્રષ્ટાચારમાં લાભાર્થીઓ 8 વર્ષથી રાહ જોઈ રહ્યા છે જોકે હાલ જેમૂડી વિસ્તારમાં બનેલા આવાસમાં અન્ય જાતિના લોકો ગેરકાયદેસર રહે છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ગરીબ પરિવારોઅે 15 થી 20 હજાર રૂપિયા આવાસનો લાભ લેવા માટે પાલીકામાં રૂપિયા પણ ભર્યા હતા છતાં આજદિન સુધી લાભાર્થીઓને લાભ નથી મળ્યો.

12.50 કરોડના ખર્ચે થયેલું કામ યોગ્ય ફિનિસિંગ લેવલ પર થયું ન હતું અને જેમાં 168 મકાન ફિનિસિંગ લેવલ પર આવતા 50% જેટલી રકમ કોન્ટ્રાકટરને ચુકવી દેવામાં આવી હતી પરંતુ 168માં કામ યોગ્ય ન થતા કામના રૂપિયાનું ચૂકવણી બંધ કરી હતી રૂપિયાની ચુકવણી પ્રમાણે કામ થયું ન હતું સુનિલ સોલંકી નામના યુવકે મારા પિતાજીએ આ ડ્રોમાં લાભ લેવા માટે બે થી ત્રણ વાર પાલિકામાં રૂપિયા ભર્યા હતા મારા પિતાજી તો નથી રહ્યા પરંતુ અમે હજુ પણ મકાનનો લાભ લેવા માટે રાહ જોઈ રહ્યા છે અમારા વિસ્તારમાં આવા અનેક પરિવાર છે જે હજુપણ આવાસના મકાનોની રાહ જોઈ રહ્યા છે. સૂત્રો મુજબ વર્ષ 2017માં કોન્ટ્રાકટર દ્વારા કન્ડિશન પ્રમાણે કામ કર્યું ન હતું જેને લઈને પાલીકાએ રૂપિયા આપવાનું બંધ કરતા કામ બંધ થઈ ગયું હતું જે હજુ પણ શરૂ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...