જનસેવા ધામ:આંકલાવ ભાજપ પરિવારે ખાતમુહૂર્ત કરેલા જનસેવા ધામ શરૂ થવાની રાહ

આંકલાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનસેવા ધામનું માત્ર સોશિયલ મીડિયા પર જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

આંકલાવ ભાજપ પરિવાર દ્વારા પ્રજા માટે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીના નાના મોટા કામો માટે આઠ મહિના પહેલા જન સેવા ધામનું ખાતમુહૂર્તકરવામાં આવ્યું હતું. પરંતુ હજુસુધી આ ધામમાં પાયા પણ નાખવામાં આવ્યા નથી જેને લઈને ભાજપ પરિવારે જન સેવા ધામનું માત્ર ખાતમુહૂર્ત કરીને સંતોષ મેળવ્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે.

આંકલાવ વિધાનસભામાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપ દ્વારા સારી એવી સફળતા મેળવ્યા બાદ પ્રજાના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મોટા ઉપાડે જનસેવા ધામનું ખાતમુહૂર્ત આંકલાવ તાલુકા પંચાયતની બાજુમાં જ આઠ મહિના પહેલા મોટા ઉપાડે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્તના શરૂવાતના 15 દિવસ સુધી ભાજપના નેતાઓની બેઠક બની ગઇ હતી પરંતુ સમય જતાં માટે ત્યાં ખાલી ખુરશીઓ જ નજરે પડતી હતી

પરંતુ સમય જતાં ખાલી ખુરશીઓ પણ ચોરાઈ ગઈ હોય તેવી ચર્ચાઓ બહાર આવી હતી જોકે ખાતમુહૂર્તના આઠ મહિના વીતી જતા જનસેવા ધામ માત્ર નામનું જ ધામ જોવા મળ્યું છે જેને લઈને આંકલાવ તાલુકાની પ્રજા આ જન સેવા ધામ કેવું બનશે અને કઈ રીતે ગરીબ પ્રજાને ઉપયોગી થશે તેની રાહ જોઈ રહ્યા છે, આવનાર ચુંટણીઓમાં કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવ વિધાનસભામાં ભાજપ નેતાઓ દ્વારા આંકલાવની પ્રજાને આકર્ષવા માટે અવનવી યોજનાઓનો લાભ પ્રજા સમક્ષ રજુ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...