કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ વિધાનસભા વિસ્તારમાં તાલુકાને જોડતા માર્ગોની સ્થિતિ ખુબજ ગંભીર જોવા મળે ખાસ કરીને જો વાત કરીએ આંકલાવ વિરકુંવા ચોકળીથી વાયા કોસિન્દ્રા કિંખલોડનો માર્ગ વર્ષોથી ખુબજ દયનિય હાલતમાં જોવા મળ્યો છે કરોડો રૂપિયાનું આ માર્ગ અત્યારે સુધી રિનોવેશન કામ કરવામાં આવ્યું છે પરંતુ હલકી ગુણવત્તાને લઈ માર્ગ પર ડામરના પોપડા ઉખડેલાં જોવા મળે છે.
રાત્રીના આ માર્ગ પરથી પસાર થવું એ અકસ્માતને નોતરે છે. આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની ભલામણથી વર્ષ 2021-22 આંકલાવ વિધાનસભા 2.69 કરોડના ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં કોસિન્દ્રાથી કિંખલોડ માર્ગ મંજુર કરવામાં આવ્યો છે છતાં હજુસુધી માર્ગનું કામકાજ શરૂ ન થતાં રાહદરીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ઉપરાંત જો આંકલાવ તાલુકાને જોડતા બીજા માર્ગોની વાત કરીએ તો નવાખલથી આંકલાવ, ઉમેટાથી આંકલાવ આસોદરથી આંકલાવ અને અંબાલી ચોકળીથી આંકલાવના માર્ગોએ આંકલાવ તાલુકાને જોડતા મુખ્ય માર્ગો ગણવામાં આવે છે પરંતુ આ માર્ગોની હાલત પણ દયનીય છે અને આ માર્ગ ખરાબ હોવાથી અકસ્માતમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે આંકલાવ તાલુકાને જોડતા આ માર્ગોને વહેલી તકે યોગ્ય ગુણવત્તાની કામગીરીથી માર્ગોનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.