આગ:ઉમેટા ચોકડી પર આગ લાગતાં બે દુકાનોનો માલ સામાન ખાખ

આંકલાવ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના આગ ભભૂકતાં કારણ હજુ સુધી અકબંધ

આંકલાવ તાલુકાના ઉમેટા ચોકડી પર આગનો બનાવ સામે આવ્યો છે જેમાં બે દુકાનો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થવા પામી છે. જોકે બાજુમાં વધુ એક દુકાનને પણ સામાન્ય નુકસાન થયુ હતુ.ફાયરબ્રિગેડની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આંકલાવ તાલુકાના ઉમેટા ચોકળી પર આવેલા પોલીસ ચોકીની સામે મહેશ રાયસંગ પરમાર અને રમેશ રાયસંગ પરમારની દુકાનો આવેલી છે જેમાં સોમવારે મોડી રાત્રે આચનક આગ લાગતા ચાઈનીઝની લારી સહિત બે દુકાનોમાં આગ પર્સરી જવાથી દુકાન સહિત અંદર રહેલા બે ફ્રીજ તેમજ માલ સામગ્રી મળી 3 થી 4 લાખનું માલસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે

બનાવને પગલે સ્થાનિકો દ્વારા આંકલાવ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ લેવાની તજવી હાથ ધરી હતી પરંતુ જોત જોતામાં તો બે દુકાનોમાં રહેલ લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું જેને લઇને અનેક તર્ક વિતર્ક ચર્ચાઓ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...